Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઠાકરે આલા રે.. પવાર વાલા રે.. શિવાજી પાર્કમાં ઉદ્ધવએ લીધી મુખ્યમંત્રી પદની શપથ

ઠાકરે આલા રે.. પવાર વાલા રે.. શિવાજી પાર્કમાં ઉદ્ધવએ લીધી મુખ્યમંત્રી પદની શપથ
, ગુરુવાર, 28 નવેમ્બર 2019 (18:56 IST)
મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની શરૂઆત થઈ ચુકી છે. ગુરૂવારે શિવસેના પ્રમુખ ઉદ્દવ ઠાકરેએ મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદની શપથ લીધી. શપથ સાથે જ ઉદ્દવ ઠાકરે મુખ્યમંત્રીની ખુરશીપર વિરાજમાન થનારા ઠાકરે ખાનદાનના પહેલા સભ્ય બની ગયા છે. શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના તમામ મોટા નેતા હાજર રહ્યા. સમારંભમાં અનેક રાજ્યોના સીએમ પણ પહોંચ્યા. જેમા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પણ હાજરી આપી. 
 
ઉદ્ધવ ઠાકરે આજે મુખ્યમંત્રી પદનાં શપથ લીધી, પરંતુ તેમની સાથે જ એનસીપી અને કૉંગ્રેસ તરફથી પણ બે-બે મંત્રી શપથ લીધી. શિવસેના તરફથી સુભાષ દેસાઈ અને એકનાથ શિંદે, એસીપી તરફથી જયંત પાટિલ અને છગન ભુજબલ અને કૉંગ્રેસ તરફથી બાલાસાહેબ થોરાટ અને અશોક ચવ્હાણ શપથ લીધી.
 
લાઈવ અપડેટ 
 
-  એનસીપીના નેતા છગન ભૂજબળે શપથ ગ્રહણ કર્યા.
 
-   એનસીપીના કદ્દાવર નેતા અને શરદ પવારના નજીકના જયંત પાટિલે લીધા શપથ.
 
 - શિવસેનાના કદ્દાવર નેતા સુભાષ દેસાઈએ લીધા શપથ.
 
-  શિવસેનાના એકનાથ શિંદેએ લીધા શપથ.
 
-  ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સાથે જ શિવસૈનિકોમાં અનેરો જોશ.
 
-  ઉદ્ધવ ઠાકરેએ મરાઠી ભાષામાં શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ અપાવ્યા શપથ. 
 
- સ્ટેજને પગે લાગી લીધા શપથ ગ્રહણ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો 40 વર્ષ પહેલા મુંબઈમાં કયો વેપાર કરતા હતા ઉદ્દવ ઠાકરે ?