મહારાષ્ટ્રના પુણે સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાના નવા પ્લાંટના ટર્મિનલ 1 ગેટમાં આગ લાગી છે. આગ લાગવાનુ કારણ હજુ સ્પષ્ટ થયુ નથી. અગ્નિશામક વિભાગની 15 ગાડીઓ આગ ઓલવવામાં લાગી છે. સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા જ કોરોના વૈક્સીન કોવિશિલ્ડ બનાવી રહી છે જેનો પુરવઠો ભારત સહિત અનેક દેશોમાં જઈ રહ્યો છે.
આગ પુણેના મંજરીમાં સ્થિત સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાના નવા પ્લાંટમાં લાગી છે. ગયા વર્ષે જ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આ પ્લાંટનુ ઉદ્ધઘાટન કર્યુ હતુ, પણ હાલ આ પ્લાંટમાં વૈક્સીનનુ ઉત્પાદન શરૂ થઈ શક્યુ નથી.
આગ કેવી રીતે લાગી તે અંગેની માહિતી મળી નથી. ટર્મિનલમાં કેટલા લોકો ફસાયા છે તેનું પણ કારણ જાણવા મળ્યુ નથી. દૂરથી જ પ્લોટ પર કાળા ધુમાડાના ગુબ્બાર દેખાય રહ્યા છે. આ પાંચ માળના પ્લાન્ટમાં કોવિશિલ્ડનું ઉત્પાદન થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યું છે.