મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના અંબેનાલી ઘાટમાં મોટી દુર્ઘટના થઈ છે. ત્યા પર્વત પરથી એક બસ ઊંડી ખીણમાં ખાબકી જવાથી અનેક લોકોના મરવાના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બસમાં કુલ ચાલીસ લોકો સવાર હતા. આ બધા લોકો ડાપોલી સ્થિત બાળા સાહેબ સાવંત કૃષિ વિદ્યાપીઠના સ્ટાફ બતાવાય રહ્યા છે. શનિવારે સવારે રાયગઢ અને સતારા જિલ્લાની સરહદે આ ઘટના બની હતી.
સૂત્રોન જણવ્યા પ્રમાણે એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે ને બચાવ-રાહત કામ શરૂ કરી દીધું છે. હાલ તો બસમાં સવાર 8 લોકોના મૃતદેહ મળ્યા છે અને બીજાની શોધ ચાલુ છે. સ્થળ પર હાજર અધિકારીઓનું કહેવું છે કે આ અકસ્માતમાં કોઇપણ વ્યક્તિ જીવિત હોવું મુશ્કેલ છે.
હાલ અકસ્માતનું કારણ ખબર પડ્યું નથી. રાહત અને બચાવ કામ શરૂ કરી દેવાયું છે. ખીણની ઊંડાઇ વધુ હોવાના લીધે રાહત અને બચાવ કામમાં મુશ્કેલી પડી રહી છે.
અકસ્માતમાં ઘાયલ આ લોકોને કોલ્હાપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મિની બસમાં સવાર આ તમામ યાત્રી ભગવાન ગણેશની પૂજા કરી પાછા ફરી રહ્યા હતા, ત્યારે બસના ડ્રાઇવરે પોતાના કાબૂ ગુમાવતા અને બસ પંચગંગા નદીમાં જઇને પડી. કહેવાય છે કે ડ્રાઇવર નશામાં હતો.