સબસિડીવાળા LPGની કિંમતમાં થયો તીવ્ર વધારો
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને(IOC) પ્રસિદ્ધ કરેલા એક જાહેરનામામાં જણાવાયું છે. અગાઉ પહેલી સપ્ટેમ્બરે એટીએફના ભાવમાં ચાર ટકાનો વધારો કરાયો હતો.રાંધણ ગેસ પર સબસિડી ખતમ કરવા માટે જે દર મહિને વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે અંતર્ગત હવે સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં 1.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો કરવામાં આવ્યો છે.સરકારે એલપીજી પર સબસિડી સમાપ્ત કરવા માટે દર મહિને આ કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. IOCએ કહ્યું કે, દિલ્હીમાં 14.2 કિલોગ્રામમાં સબસિડીવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ હાલ 488.68 રૂપિયા હશે. અત્યાર સુધી આ કિંમત 487.18 રૂપિયા હતો. આ પહેલા 1 સપ્ટેમ્બરના રોજ એલપીજીના ભાવમાં 7 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારવામાં આવ્યા હતા.
એક સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિયમ કંપનીઓએ અધિક મૂલ્યવૃદ્ધિ કરી છે. ગત વર્ષે જુલાઈમાં માસિક વૃદ્ધિની યોજના લાગુ થયા બાદથી સબસિડીવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ 69.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારી દીધો છે. જૂન, 2016માં 14.2નો એલપીજી સિલિન્ડરનો ભાવ 419.18 રૂપિયો હતો.
એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવાને કારણે કારણે સામાન્ય લોકોની રસોઇ વધુ મોંઘી બનશે. સબસિડી વગરના LPGના ભાવમાં પણ સિલિન્ડરદીઠ રૂપિયા 1.5 નો વધારો કરાયો છે અને તે હવે રૂપિયા 599માં મળશે.