Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Live - હવે CM નહી બની શકે શશિકલા, આવકથી વધુ સંપત્તિ કેસમાં SCએ દોષી માન્યા, 4 વર્ષની જેલ, 10 કરોડનો દંડ

Live - હવે CM નહી બની શકે શશિકલા, આવકથી વધુ સંપત્તિ કેસમાં SCએ દોષી માન્યા, 4 વર્ષની જેલ, 10 કરોડનો દંડ
નવી દિલ્હી. , મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (11:45 IST)
તમિલનાડુમાં પનીરસેલ્વમના સ્થાન પર સીએમ બનવા પર જીદે ચઢેલ શશિકલા વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિના કેસમાં સુપ્રીમ કોર્ટે ચાર વર્ષની સજા સંભળાવી છે. સુપ્રીમ કોર્ટે બેંગલુરૂ નીચલી કોર્ટના નિર્ણયને કાયમ રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે શશિકલાને તરત સરેંડર કરવાનુ કહ્યુ છે. 
 
LIVE UPDATES:
 
- શશિકલા ઉપરાંત સુધાકરન અને ઈલ્વરાસીને 4 વર્ષની કેદ નએ 10-10 કરોડનો દંડ લગાવ્યો છે.
જયલલિતાએ દિવંગત થજી જવાના કારણે મામલો ખતમ કરી દેવામાં આવ્યો છે.

- આ નિર્ણય પછી ઓ પનીરસેલ્વમના સમર્થક તેમના રહેઠાણ સામે એકત્ર થયા.

- સુપ્રીમ કોર્ટના નિર્ણય પર બીજેપી પ્રવાક્તા નલિન કોહલીએ કહ્યુ - સુર્પીમ કોર્ટના નિર્ણયનુ સન્માન થવુ જોઈએ. શાંતિ બનાવી રાખો. કોઈ કાયદાને પોતાના હાથમાં લેવાની કોશિશ ન કરે.  કાયદો બધા માટે બરાબર છે.  

-સુપ્રીમ કોર્ટના નિર્ણય પર બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ - ભ્રષ્ટાચારના બાકી કેસ પર પણ આવો જ જલ્દી નિર્ણય આવવો જોઈએ.

- સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે તેમને તરત કોર્ટ જઈને સરેંડર કરવુ પડશે. હવે તેમની પાસે ફક્ત પુર્નવિચાર અરજી દાખલ કરવાનો વિકલ્પ છે. પણ તેમા પણ સમય લાગશે.

- હવે શશિકલાને 10 વર્ષ સુધી કોઈ રાજનીતિક પદ નહી મળી શકે.  હવે શશિકલા 6 વર્ષ સુધી ચૂંટણી પણ નહી લડી શકે.

- હવે શશિકલાને જેલ જવુ પડશે.  હવે શશિકલા પાસે સરેંડર કરવા સિવાય કોઈ ઉપાય નથી.  હવે શશિકલા મુખ્યમંત્રી પણ નહી બની શકે. 
 
સુપ્રીમ કોર્ટે આ પહેલા આ કેસમાં શુ શુ નિર્ણય આપ્યા હતા 
 
- 27 સપ્ટેમ્બર 2014ના રોજ બેંગલ્રુરૂની વિશેષ કોર્ટે જયલલિતાને 4 વર્ષની સજા સંભળાવી હતી. આ ઉપરાંત જયલલિતા પર 100 કરોડ રૂપિયાનો દંડ પણ લાગ્યો હતો.

- આ કેસમાં જ શશિકલા અને તેના બે સંબંધીઓને પણ ચાર વર્ષની સજા સંભળાવી હતી અને 10-10 કરોડનો દંડ પણ લગાવ્યો હતો.  નિર્ણય પછી ચારેયને જેલ પણ મોકલ્યા હતા. જ્યાર પછી વિશેષ કોર્ટ પછી આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. 
 
શશિકલા વિરુદ્ધ શુ કેસ છે ? 
 
આ મામલો લગભગ 21 વર્ષ જૂનુ વર્ષ 1996નો છે. જ્યારે જયલલિતા વિરુદ્ધ આવકથી 66 કરોડ રૂપિયાની વધુની સંપત્તિનો કેસ નોંધાયો હતો. આ કેસમાં જયલલિતાની સાથે શશિકલા અને તેના બે સંબંધીઓને પણ આરોપી બનાવ્યો હતો. શશિકલા વિરુદ્ધ આ કેસ નીચલી કોર્ટથી થતા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. 
 
11 મે 2015ના રોજ હાઈકોર્ટે મુક્ત કર્યા હતા 
 
11 મે 2015ના રોજ હાઈકોર્ટ પુરાવાના અભાવમાં ચારેયને મુક્ત કરી દીધા હતા. હાઈકોર્ટે જયલલિતા અને શશિકલાને મોટી રાહત તો મળી હતી પણ ત્યારબાદ કર્ણાટકની સરકાર જયલલિતાની વિરોધી પાર્ટી ડીએમકે અને બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પડકાર આપ્યો. કર્નાટક સરકાર આ મામલામાં એ માટે પડી કારણ કે 2002માં સુપ્રીમ કોર્ટે કેસને કર્ણાટક હાઈકોર્ટમાં ટ્રાંસફર કરી દીધો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં શહિદ જવાનની 1 કિ.મી. લાંબી અંતિમયાત્રામાં 10 હજાર લોકો જોડાયા