Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LIVE MCD Results 2017 : પરિણામમાં મોદી લહેર, BJP બહુમત તરફ, AAPને આંચકો

LIVE MCD Results 2017 : પરિણામમાં મોદી લહેર, BJP બહુમત તરફ, AAPને આંચકો
નવી દિલ્હી. , બુધવાર, 26 એપ્રિલ 2017 (09:54 IST)
એમસીડી ચૂંટણીમાં એકવાર ફરી મોદી લહેર જોવા મળી રહી છે. એમસીડીમાં ભાજપા ત્રણે પરિણામોમાં બહુમત મેળવવા તરફ અગ્રેસર છે. આ ચૂંટણીમાં સોથી વધુ નુકશાન આમ આદમી પાર્ટીને થયુ છે. જીત માટે ઉતરેલી આપ ત્રીજા સ્થાન પર છે. હાલ કોંગ્રેસ બીજા સ્થાન પર કાયમ છે. 
 
પરિણામો મુજબ ત્રણે નગર નિયગ્મોની મતગણતરીમાં 186 સીટો પર ભાજપા, 36 પર આમ આદમી પાર્ટી, 42 પર કોંગ્રેસ અને 6 પર અન્ય આગળ છે. આવામાં દિલ્હીમાં સત્તાસીન આમ આદમી પાર્ટીના વડા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તગડો ઝટકો લાગતો દેખાય રહ્યો છે. મતગણતરી શરૂ થતા જ ધીરે ધીરે ક્યાં કઈ પાર્ટી લીડ કરી રહી છે તે તારણો આવવાના શરૂ થઈ ગયા. હાલ ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે.  મનોજ તિવારીએ જણાવ્યું કે ભાજપને 220થી વધુ બેઠકો મળશે. તેમણે એમ પણ કહ્યું કે જો ભાજપ 235 બેઠકો જીતે તો આશ્ચર્ય નહીં રહે. આ વખતની ચૂંટણીમાં દિલ્હીના 1.32 કરોડ મતદાતાઓમાંથી 7139994 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.  મતોની ગણતરી માટે રાજ્યચૂંટણી પંચે કુલ 35 મતગણતરી કેન્દ્રો બનાવ્યાં છે. ઉત્તર દિલ્હી નગર નિગમ માટે 16 મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. ઉત્તર નિગમના 103 વોર્ડમાં 1004 ઉમેદવારો છે.
 
ઉત્તર દિલ્હી નિગમમાં 2680011 મતદાતાઓએ મતદાન કર્યું હતું. મતદાનની ટકાવારી 54 ટકા નોંધાઈ હતી. દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં લગભગ 13 હજાર ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે. જેમાં ભાજપના 266, આપના 262, કોંગ્રેસના 267 અને સ્વરાજ ઈન્ડિયાના 109 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
 
 
MCD ચૂંટણીના પરિણામો
 
દિલ્હી નગર નિગમ ચૂંટણી પરિણામ જાણો પક્ષવાર સ્થિતિ .. 
દિલ્હી નગર નિગમ ભાજપ કોંગ્રેસ આપ અન્ય
ઉત્તર નગર નિગમ (103)    64    15    19    3
દક્ષિણ નગર નિગમ (104)     70    16    12    6
પૂર્વ નગર નિગમ (63)    48    10     3    2
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાયકલ ચોરીની ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિને પોલીસે સવાલ કર્યો વિમો ઉતરાવ્યો છે?