Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીનો કોઈ બોસ નહી, હળીમળીને કામ કરે LG અને સરકાર - સુપ્રીમ કોર્ટ

દિલ્હીનો કોઈ બોસ નહી, હળીમળીને કામ કરે  LG અને સરકાર - સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી. , બુધવાર, 4 જુલાઈ 2018 (11:49 IST)
સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે પેદા થયેલા મતભેદને લઈને સુનાવણી કરતા કહ્યુ કે સંવિધાનનુ પાલન સૌની ડ્યુટી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યુ કે સંસદ દ્વારા બનાવેલ કાયદો સૌને માટે છે અને આ કાયદો સૌથી ઉપર છે.  કોર્ટે કહ્યુ કે દિલ્હીના પ્રશાસક ઉપરાજ્યપાલ છે. ચીફ જસ્ટિસે કહ્યુ કે એલજી કેબિનેટની સલાહ પર કામ કરે. કોર્ટે કહ્યુ કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ રહેવા જોઈએ. 
 
સુપ્રીમ કોર્ટે અધિકારોની લડાઇના મુદ્દે સુનાવણી કરતાં કહ્યું કે, ઉપરાજ્યપાલ મંત્રીઓની સલાહથી જ કામ કરી શકે છે. તેમને પોતાની જાતે નિર્ણય લેવાનો સ્વતંત્ર અધિકારી નથી. કોર્ટે એ પણ કહ્યું કે, દિલ્હીની સ્થિતિ અન્ય રાજ્યોથી અલગ છે.
 
ઉલ્લેખનીય છે કે દિલ્હીના ઉપરાજ્યપાલને રાષ્ટ્રીય રાજધાનીના પ્રશાસનિક મુખિયા જાહેર કરવા સંબંધી દિલ્હી હાઈકોર્ટના ઓગસ્ટ 2016ના નિર્ણય વિરુદ્ધ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પિસ્તોલ હાથમાં પકડવાના રોમાંચે વિશ્વાને નિશાનેબાજીના ISSF વર્લ્ડકપમાં બે સુવર્ણ ચંદ્રક અપાવ્યા