Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

National Unity Day: સરદાર પટેલ માત્ર ઈતિહાસમાં જ નથી, તે આપણા સૌના હૃદયમાં પણ છે, PM મોદી અને રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

statue of unity
, મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (07:30 IST)
સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિ નિમિત્તે રવિવારે દેશભરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. 2014 થી, ભારતના લોખંડી પુરુષ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day) ઉજવવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત 182-મીટર-ઉંચી પ્રતિમા પાસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપી. અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)  આજે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજર છે.
 
પ્રધાનમંત્રી, નરેન્દ્ર મોદીએ પણ રેકોર્ડેડ વિડિયો સંદેશ દ્વારા કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, “આજે રાષ્ટ્ર આવા રાષ્ટ્રીય નાયક સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે, જેમણે પોતાના જીવનની દરેક ક્ષણ એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે સમર્પિત કરી દીધી. સરદાર પટેલ જી માત્ર ઈતિહાસમાં જ નહીં પરંતુ આપણા દેશવાસીઓના હૃદયમાં પણ છે. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ સહિત તમામ દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, નૈતિકતા અને રાષ્ટ્રની સેવા પર આધારિત કાર્ય સંસ્કૃતિ સ્થાપિત કરવા માટે ભારતના નાગરિકો હંમેશા તેમના ઋણી રહેશે.


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ પ્રસંગે ટ્વીટ કર્યું, "સંકલ્પ અને મજબૂત ઇચ્છાના પ્રતીક અને આધુનિક ભારતના શિલ્પકાર ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલજીને તેમની જન્મજયંતિ પર કોટિ કોટિ નમન. બધાને રાષ્ટ્રીય એકતા દિવસની શુભકામનાઓ." રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌથી 75 મોટરસાયકલ સવારોની રેલીને લીલી ઝંડી બતાવી રવાના કર્યા. તેમણે કહ્યુ આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના તેમના કાર્યને યાદ કરુ છુ.



અધિકારીઓએ અગાઉ જાહેરાત કરી હતી કે વડાપ્રધાન કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. પરંતુ PM મોદી હાલમાં રોમમાં G-20 સમિટમાં ભાગ લઈ રહ્યા છે, તેથી અમિત શાહ આ કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રી કાર્યાલયે એક ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા પાસે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે.
 
સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના એક અધિકારીએ જણાવ્યું કે અમિત શાહ દિવસની શરૂઆતમાં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને પછી પરેડની સલામી લેશે જેમાં અર્ધલશ્કરી દળો અને ગુજરાત પોલીસના જવાનો ભાગ લેશે. ITBP, SSB, CISF, CRPF અને BSFના 75 સાઇકલ સવારો અને ત્રિપુરા, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, ગુજરાતના પોલીસ દળોના 101 મોટરસાઇકલ સવારો પણ પરેડમાં ભાગ લેશે.  સાઇકલ સવારોએ લગભગ 9,000 કિલોમીટરનું અંતર કાપ્યું છે જ્યારે મોટરસાઇકલ સવારોએ દેશના વિવિધ ભાગોમાંથી 9,200 કિલોમીટરનું અંતર કાપ્યું છે. ઓલિમ્પિક, એશિયન અને કોમનવેલ્થ ગેમ્સના 23 મેડલ વિજેતાઓ પણ તેમાં ભાગ લેશે, એમ નિવેદનમાં જણાવાયું છે. પરેડમાં ITBP અને ગુજરાત પોલીસનું સંયુક્ત બેન્ડ હશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM મોદી ફરી સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ચૂંટાયા