ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત બુધવારે કથળી હતી અને તેમને દિલ્હીની અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.
હૉસ્પિટલનું કહેવું છે કે તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે.
અપોલોમાં વરિષ્ઠ ન્યૂરોલૉજિસ્ટ ડૉક્ટર વિનીત સૂરીની દેખરેખ હેઠળ અડવાણીની સારવાર ચાલી રહી છે.
અડવાણીની બીમારી અંગે કોઈ જાણકારી સામે આવી નથી.
લાલકૃષ્ણ અડવાણીને 30 માર્ચ 2024ના રોજ ભારતરત્નથી સમ્માનિત કરવામા આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અડવાણીના નિવાસસ્થાને જઈને તેમને આ સમ્માન આપ્યું હતું.
અડવાણી 1998થી 2004 સુધી વાજપેયી સરકારમાં ગૃહમંત્રી રહ્યા અને 2002થી 2004 સુધી નાયબ વડા પ્રધાન પણ રહ્યા હતા. અડવાણી 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી વડા પ્રધાનપદના ઉમેદવાર પણ હતા.