Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ladakh Protest Reason - કંઈ એ માંગ છે જેને કારણે બળી રહ્યુ છે લદ્દાખ, અત્યાર સુધી 4 ના મોત, ભાજપાની ઓફિસને પણ ન છોડી

Ladakh Protest
, શનિવાર, 27 સપ્ટેમ્બર 2025 (14:00 IST)
Ladakh Protest
Ladakh Protest Reason - લદ્દાખની રાજઘાની લેહમાં બુધવારે વિદ્યાર્થીઓ અને યુવાઓનુ પ્રદર્શન હિંસક થઈ ગયુ. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સ્થાનીક ભાજપા કાર્યાલયને પણ છોડ્યુ નહી અને તેમા આગ લગાવી દીધી. હિંસક પ્રદર્શનમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા અને ડઝનથી વધુ લોકો ઘાયલ થઅય છે. પ્રદર્શન એટલુ ઉગ્ર હતુ જોઈને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પોતાના 15 દિવસની ભૂખ હડતાલ પણ પરત લઈ લીધી છે. સોનમ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા અને છઠ્ઠી અનુસૂચેના વિસ્તાર સહિત તમામ અન્ય માંગને લઈને ભૂખ હડતાલ પર બેસ્યા હતા. આ સમર્થનમાં આજે સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને અનેક ગાડીઓને આગ લગાવી દીધી. 
 
લદ્દાખની રાજઘાનીમાં પૂર્ણ બંધ વચ્ચે દૂરથી જ આગની જ્વાળા અને કાળો ધુમાડો જોઈ શકાતા હતા. અધિકારીઓએ બતાવ્યુ કે પ્રશાસને બીએનએએસની ધારા 163 હેઠળ નિષેઘાજ્ઞા લાગૂ કરી દીધી છે. જેથી પાંચ કે તેનાથી વધુ લોકોએ એકત્ર થવા પર બેન લાગી શકે.  વાંગચૂંકે ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં એકત્રિત પોતાના સમર્થકોને કહ્યુ, હુ લદ્દાખના યુવાઓને હિંસા તરત રોકવા પર અનુરોધ કરુ છુ. કારણ કે તેનાથી આપણા ઉદ્દેશ્યને જ નુકશાન થાય છે અને સ્થિતિ વધુ બગડે છે.  આપણે લદ્દાખ અને દેશમાં અસ્થિરતા નથી ઈચ્છતા. હિંસાને કંટ્રોલ કરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડ્યા. જેમ જેમ ઝડપ વધતી ગઈ. વાંગચુકે પોતાના એક્સ હૈંડલ પર એક વીડિયો સંદેશ પણ જાહેર કર્યો જેમા યુવાઓને શાંતિ કાયમ રાખવાની અને હિંસા રોકવાની અપીલ કરવામાં આવી.  
 
લદ્દાખ પ્રદર્શનકારીઓની શુ છે ડિમાંડ ?
વર્ષ 2019 મા અનુચ્છેદ 370 ને ખતમ કરવા જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બંનેને જુદા જુદા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા હતા. જ્યારબાદ હવે પુર્ણ રાજ્યની માંગ થઈ રહી છે. લદ્દાખમાં સામાજીક કાર્યકર્તા સોનમ વાંગચુક સહિતના પ્રદર્શનકારીઓની મુખ્ય રૂપથી કેટલીક ડિમાંડ છે. જેમા લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ છે. છઠ્ઠી અનુસૂચી હેઠળ સંવૈદ્યાનિક સુરક્ષા આપવાની માંગ છે.  આ ઉપરાંત પ્રદર્શનકારીઓની માંગ છે કે લદ્દાખમાં બે લોકસભા સીટો હોય. એક લેહ અને બીજી કારગિલ. આ ઉપરાંત સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોની ભરતીને વધુ મહત્વ આપવમાં આવ્યુ. 
 
શુ છે સંવિઘાનની છઠ્ઠી અનુસૂચી 
લદ્દાખ અપેક્સ બૉડી ની યુવા શાખાએ 10  સપ્ટેમ્બરથી 35 દિવસની ભૂખ હડતાલ પર બેસેલા 15 લોકોમાંહી બે ની મંગળવારે સાંજે હાલત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ વિરોધ પ્રદર્શનનુ આહ્વાન કર્યુ હતુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તે ભૂલી ગયો કે યુપીમાં કોની સત્તા છે...બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી