Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 11 January 2025
webdunia

Kutch Rann utsav 2021-ગુજરાતના પ્રખ્યાત કચ્છ રણ ઉત્સવની મજા માણવાની ચૂકશો નહી. અને હા.. જતાં પહેલાં આટલું જરૂરથી વાંચી લેશો.

Kutch Rann utsav 2021-ગુજરાતના પ્રખ્યાત કચ્છ રણ ઉત્સવની મજા માણવાની ચૂકશો નહી. અને હા.. જતાં પહેલાં આટલું જરૂરથી વાંચી લેશો.
, ગુરુવાર, 11 નવેમ્બર 2021 (16:41 IST)
કચ્છ રણ ઉત્સવ 1 નવેમ્બર 2021 થી  થઇ ગયો છે જે 20 ફેબ્રુઆરી 2022સુધી રણોત્સવ ચાલવાનો છે. પર્યટકો વ્યુ પોઈન્ટ પર આખા રણને નિહાળી શકે છે. ટેન્ટ સિટીમાં રહેવાની પણ સુવિધા કરવામાં આવી છે. શિયાળી ઠંડી જામી છે ત્યારે એવામાં ખાસ કરીને કચ્છમાં ઋતુ એકદમ આહલાદક થઈ ગઈ છે. વરસાદી પાણી સુકાયા પછી સર્જાતી આ કુદરતની કરામત ‘સફેદ રણ’ અથવા તો ‘વ્હાઇટ ડેઝર્ટ’ તરીકે ઓળખાય છે. ગુજરાતના પ્રખ્યાત કચ્છ રણ ઉત્સવની મજા માણવાની ચૂકશો નહી. અને હા.. જતાં પહેલાં આટલું જરૂરથી વાંચી લેશો. 
ran utsav
કચ્છ રણ ઉત્સવ 1 નવેમ્બર 2021 થી 20 ફેબ્રુઆરી 2022 સુધી ચાલશે. રણ ઉત્સવમાં જઈને તમને કલા, સંગીત, સંસ્કૃતિ સાથે રાજ્યના ઘણા પ્રકારના આકર્ષણો જોવા મળશે. જેમાં માસ્ટર વણકરો, સંગીતકારો, લોક નર્તકો અને ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ ખોરાક ઉત્પાદકો સહિત કારીગરો પણ સામેલ થાય છે. લોકો માત્ર ગુજરાતથી જ નહીં પરંતુ આખા વિશ્વમાંથી ગુજરાતમાં આ ઉત્સવમાં આવે છે અને અહીંની સંસ્કૃતિને નજીકથી પારખે છે તેમજ માણે છે.
 
સફેદ રણ કેવી રીતે રચાય છે અને ચમકી ઉઠે છે?
લોકોમાં ભારે આકર્ષણ જગાવતું કચ્છનું સફેદ રણ કેવી રીતે રચાય છે? તેવો સવાલ થવો સહજ છે. ત્યારે અનુભવી સુત્રોના જણાવ્યા અનુસાર ક્રિક વિસ્તારમાં થઈને ભરતીના સમયે દરિયાનું પાણી સફેદ રણ વિસ્તારમાં આવી પહોંચે છે. દરિયાનું ખારૃ પાણી આ વિસ્તારમાં ભરાયા બાદ તડકો અને પવનમાં સુકાઈ જતા કુદરતી રીતે મીઠુ પાકે છે. આ મીઠા પર ચોમાસાનું વરસાદી પાણી વરસે એટલે ચીકાસ પેદા થાય છે. શિયાળામાં ઠંડી શરૃ થાય એટલે ચીકાશવાળુ આ મીઠુ જામી જાય છે તાથા આરસની માફક ચમકી ઉઠે છે. આશરે રપ૦ કિ.મી.ના વિશાળ વિસ્તારમાં થતી આ કુદરતી પ્રક્રિયા દ્વારા સફેદ રણની રચના થાય છે. દાયકાઓથી ચાલતી આ પ્રક્રીયાના કારણે મીઠાના જાડા થર જામી ગયા છે. જેમાં દર વર્ષે ઉપરનું નવું પડ ઉમેરાતું જાય છે.
webdunia
ID જરૂરથી લઈને જવું 
જો તમે રણ ઉત્સવમાં જવાનો પ્લાન બનાવ્યો છે તો તમારું આઈડી (ઓળખનો પુરાવો) લઇ જવાનું ભૂલશો નહીં. કેમ કે તેના વગર તમને એન્ટ્રી મળશે નહીં. આઈડી જ નહીં પરંતુ તેની  ઘણી કોપી પણ સાથે રાખવી. જેથી તેની જરૂરિયાત પાડવા પર તમારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. વિદેશી પ્રવાસીઓ માટે પાસપોર્ટ સાથે રાખવો જરૂરી છે. તેઓએ દસ્તાવેજ માટે ફોટોકોપીઝ સબમિટ કરવી પડશે. ઉત્સવના સ્થળ પર તમને ઝેરોક્ષ મશીનો જવલ્લે જ જોવા મળશે. તેથી, શ્રેષ્ઠ છે કે તમે સાથે ઘણી કોપી લઈને જાઓ.
 
ક્યાં રોકશો?
રણ ઉત્સવમાં જવા માટે તમે ઈચ્છો તો કેમ્પ સાઈટને પસંદ કરી શકો છો. જે ઇવેન્ટ ગ્રાઉન્ડ પર જ બનાવવામાં આવી છે.  જોકે, એ બાબત ધ્યાનમાં રાખો કે ઉત્સવને કારણે આ કેમ્પ સાઈટમાં રોકવા માટે તમારે વધુ નાણાં  ખર્ચવા પડશે. આ ગ્રાઉન્ડ ઉપરાંત તમે  નજીકના શહેર ભુજમાં કોઈપણ હોટેલ અથવા મોટેલમાં પણ રહી શકો છો. નજીકના ગામમાં દેવપુર વિશે માત્ર થોડા લોકો જ જાણે છે, પરંતુ આ સ્થળ આવાસની દ્રષ્ટિએ સારો વિકલ્પ પણ હોઈ શકે છે. ભુજ અને દેવપુરથી જાહેર પરિવહનના માધ્યમથી કચ્છ સારી રીતે જોડાયેલું છે. તેથી, તમારે અવર-જ્વરમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
webdunia
શું જોવા જેવું છે?
કચ્છમાં રણ ઉત્સવ ઉપરાંત પ્રવાસીઓ આસપાસના ઘણા સ્થળોએ ફરવાનો આનંદ ઉઠાવી શકે છે. ભુજમાં આવેલા પ્રાગ અને દર્પણ મહેલ, કચ્છ મ્યુઝિયમ, માંડવી અને કચ્છની નજીક આવેલું ધોળાવીરા પ્રવાસન સ્થળ પણ સામેલ છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોકસ- એવું કયું પાન છે જેને ખાઈ નથી શકતા