Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ટ્રકમાં તૂફાન ગાડી ઘૂસી જતાં 13નાં મોત

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ટ્રકમાં તૂફાન ગાડી ઘૂસી જતાં 13નાં મોત
ખેડા. , મંગળવાર, 7 નવેમ્બર 2017 (10:18 IST)
ગુજરાતમાં મધ્યપ્રદેશથી મજુરી કરવા માટે આવતા મજુરો જ્યારે પરત ફરતાં હતાં ત્યારે તેમની જીપને કઠલાલ નજીકના બાજકપુરા ગામ પાસે ગંભીર અકસ્માત થયો હતો. અમદાવાદ ઈન્દોર હાઈવે પર વહેલી સવારે પાર્ક થયેલા એક મોટા ટ્રક પાછળ તેમની ગાડી અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 13 લોકોનાં મોત નિપજ્યા હતા અને 5 લોકોને ગંભીર ઈજા થઈ હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી. વતન મધ્યપ્રદેશથી મજૂરી કરવા ગુજરાતમાં આવેલા 18થી વધુ લોકો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા જઈ રહ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે હાઈવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી જીપ ઘુસી હતી. ટ્રક બગડેલી હોવાથી બેરિકેટ મૂકી દીધા હતા. પરંતુ જીપ ચાલકની સમજવામાં થાપ ખાવાથી અકસ્માત થયો હતો. અકસ્માતથી ઈજાગ્રસ્તના આક્રંદ અને ચીચીયારીઓએ હાઈવે થંભી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જીપ ટ્રકમાં એટલી ઝડપે ઘૂસી હતી કે ઘટનાસ્થળે જ 13 લોકોના મોત નિપજી ગયા હતા. જ્યારે સારવાર માટે ખસેડવામાં આવેલા અન્ય 4ના સારવાર દરમિયાન મોત થયા હતા. હજુ પણ ગંભીર રીતે ઘવાયેલા 8થી વધારે લોકોની સારવાર સ્થાનિક દવાખાનામાં ચાલી રહી છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર