Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં બ્લેકમનીના બાદશાહ ભજિયાવાલાની સંપત્તિ ટાંચમાં લેવાશે

સુરતમાં બ્લેકમનીના બાદશાહ ભજિયાવાલાની સંપત્તિ ટાંચમાં લેવાશે
, શુક્રવાર, 7 જુલાઈ 2017 (14:20 IST)
દેશમાં નવેમ્બર મહિનામાં નૉટબંધી બાદ સુરતના કિશોર ભજિયાવાલાએ બૅંકમાં કરોડોની રોકડ રકમ જમા કરાવી હતી. બેનામી પ્રોપર્ટી એકટ હેઠળ ગુજરાતમાં આવકવેરા વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી અને રાજ્યનો પહેલો કેસ સુરતના કિશોર ભજિયાવાળાનો છે. આવકવેરાના રિપોર્ટ બાદ સીબીઆઇએ કેસ દાખલ કર્યો હતો. તેમ જ ઇડીના અધિકારીઓએ પણ તપાસમાં ઝંપલાવ્યું હતું.

હવે તંત્ર દ્વારા કિશોર ભજિયાલાની કરોડની સંપતિ ટાંચમાં લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કિશોર ભજિયાવાળી જમીન ઉપરાંત બૅંકમાં કેશ ડિપોઝીટો કરાવી હતી જે બેનામી હતી. જે તમામ પર આવકવેરાના ઇનવેસ્ટિગેશન વિભાગે પ્રોવિઝનલ એટેચમેન્ટ કર્યું હતું. ટાંચમાં લેવામાં આવેલી મિલકતની કિમંત કરોડો રૂપિયા થવા જાય છે. ગુજરાતમાં ૨૦૦ કરોડથી પણ વધારેની બેનામી મિલકતોની માહીતી આવકવેરા વિભાગે મેળવી લીધી હતી જેને ટાંચમાં લેવાની કામગીરી ઝડપી કરાશે. જેમાં સરકારી બાબુઓ પણ ઝપટમાં આવી જશે. બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ આવકવેરા વિભાગને કડક કાર્યવાહી કરવા દેશભરના આવકવેરા વિભાગના ડાયરેકટર જનરલ ઇનવેસ્ટિગેશનને સીબીડીટીએ સૂચનાઓ આપી દીધી છે. જમીનના સોદા અને રિયલ એસ્ટેટમાં જે બેનામી સોદાઓ થાય અને બીજાના નામે જમીન ખરીદીને બ્લેકમની વ્હાઇટ કરવામાં આવી રહ્યો છે તેવા સોદાઓ પકડી પડવામા આવશે. આવકવેરાની કાર્યવાહીમાં સરકારી બાબુઓ અને રાજકારણીઓ પણ ઝપટમાં આવી શકે છે. સરકારી અધિકારીની બેનામી મિલકત પકડાશે તો સીબીઆઇ ભષ્ટ્રાચાર હેઠળ કાર્યવાહી કરશે. આઇટી સાથે ઇડી અને સીબીઆઇ પણ બેનામી મિલકતો શોધી કાઢશે અને કસુરવારેને સાત વર્ષની જેલની સજાની જોગવાઇ છે. ગુજરાતમાં આવકવેરામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેના દ્વારા જુલાઇ અંત સુધીમાં બેનામી મિલકતો ટાંચમાં લેવામાં આવશે. ગુજરાત આવકવેરાના પ્રિન્સિપલ ચીફ કમિશનરે જણાવ્યુ હતું કે, અમે ઘણી મિલકતોની ઓળખ કરી છે. ગુજરાતમાં કિશોર ભજિયાવાળાની મિલકત બેનામી પ્રોપર્ટી એકટ હેઠળ ટાંચમાં લેવાઇ છે. હજુ વધુ મિલકતો ટાંચમાં લેવાશે. ગુજરાત, રાજસ્થાન, કોલકત્તા, મધ્યપ્રદેશન, મુબઇ અને દિલ્હીમાં ૪૦૦ બેનામી મિલકતો શોધી કાઢવામાં આવી છે જેની કિમંત ૬૦૦ કરોડની થાય છે. બેનામી મિલકતોમાં જવેલરી, જમીન, મકાન, કેસ ડિપોઝિટનો સમાવેશ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાન્‍યુઆરીથી એપ્રિલ-ર૦૧૭ સુધીમાં અકસ્‍માતોમાં ૧૪રરનો ઘટાડો