Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતમાં કોરોનાને કારણે એક જ દિવસમાં 5ના મોત: 335 નવા કેસ; કેરળમાં નવું JN.1 વેરિઅન્ટ મળ્યું, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- ચિંતાની કોઈ વાત નથી

Coronavirus New JN.1 Variant Cases
, મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (06:43 IST)
ભારતમાં કોવિડ-19ના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. કેરળમાં કોવિડ JN.1નું નવું પેટા વેરિઅન્ટ મળી આવ્યું છે. જેના કારણે 17 ડિસેમ્બરે ચાર લોકોના મોત થયા હતા. યુપીમાં પણ કોવિડ પોઝિટિવ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો કે, તે જાણી શકાયું નથી કે આ દર્દીને JN.1 વેરિઅન્ટથી ચેપ લાગ્યો હતો કે નહીં.
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં રવિવારે 335 નવા COVID-19 કેસ નોંધાયા છે અને સક્રિય કેસોની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે.
 
જ્યારે કોરોનાનું નવું સબ-વેરિઅન્ટ બહાર આવ્યું ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યોને એલર્ટ રહેવા અને ટેસ્ટિંગ વધારવાની સલાહ આપી. બીજી તરફ, કર્ણાટક સરકારે તાવ, કફ અને ઉધરસથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે માસ્ક ફરજિયાત બનાવ્યા છે.
 
જોકે, કેરળમાં સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું- ચિંતા કરવાની જરૂર નથી. અમે સતત દેખરેખ રાખી રહ્યા છીએ.
 
ભારતમાં ક્યાંથી આવ્યું  નવું વેરિઅન્ટ ?
ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલના જણાવ્યા અનુસાર, આ કેસ 8 ડિસેમ્બરે કેરળના તિરુવનંતપુરમમાં પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે 79 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારીના હળવા લક્ષણો હતા અને જોકે બાદમાં કોવિડ-19માંથી સાજા થઈ ગયા હતા.
 
દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં પાંચ લાખ લોકોના મોત થયા છે
દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 4.50 કરોડને વટાવી ગઈ છે. તે જ સમયે, વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.44 કરોડ (4,44,69,799) થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં રિકવરી રેટ 98.81 ટકા છે. ભારતમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 5,33,316 લોકોના મોત થયા છે.
 
WHO અનુસાર, માત્ર 43 દેશો કોવિડને કારણે થયેલા મૃત્યુના આંકડા શેર કરી રહ્યા છે. માત્ર 20 દેશો એવા છે જે દાખલ દર્દીઓને લગતી માહિતી આપી રહ્યા છે. સંસ્થાએ કહ્યું કે હાલમાં દુનિયામાં એક પણ પ્રકાર નથી જે સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો કે, EG.5 ઓમિક્રોન વધી રહ્યું છે અને 11 દેશોમાં BA.2.86 સબ-વેરિઅન્ટના કેસ જોવા મળ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપથી તબાહી, અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત