Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલ અને બીટીપીના છોટુ વસાવા આદિવાસી રેલીનું સંબોધન કરશે

kejriwal
, બુધવાર, 27 એપ્રિલ 2022 (11:56 IST)
આમ આદમી પાર્ટી (આપ)ના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ના સ્થાપક છોટુ વસાવા 1 મે એટલે કે ગુજરાતના સ્થાપનાદિવસના રોજ ભરૂચના વાલીયા નજીક એક આદિવાસી રેલીને સંબોધન કરશે.
 
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના સ્થાપનાદિવસ નિમિત્તે રાજ્યમાં આવશે. તેમની આ યાત્રા દરમિયાન તેઓ વસાવાને મળશે.
 
આ અંગે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, "કેજરીવાલ અને વસાવા આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધિત કરતાં પહેલાં આદિવાસીઓના મુદ્દાઓ અંગે ચર્ચા કરશે."
 
નોંધનીય છે કે બીટીપી ગુજરાતના આદિવાસી વિસ્તારમાં થોડાઘણા અંશે પકડ ધરાવે છે અને તેમની પાસે હાલ ગુજરાત વિધાનસભામાં બે બેઠકો પણ છે.
 
હવે જ્યારે રાજ્યમાં ચૂંટણી નજીક આવતી જઈ રહી છે ત્યારે આ બંને પક્ષો એકબીજા સાથે જોડાણ કરવા આકર્ષાઈ રહ્યા હોવાનું સૂત્રો જણાવે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રેનમાં બેઠેલા મુસાફરે ઉપવાસ ખોલવા માટે ચા માંગી, પેન્ટ્રીવાળાએ કર્યું હૃદય સ્પર્શી કામ