Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kathua Fire Accident- જમ્મુના કઠુઆમાં આગના કારણે મોટી દુર્ઘટના, ભારે ઠંડીમાં શ્વાસ રૂંધાવાથી 6 લોકોના મોત

Kathua Fire Accident
, બુધવાર, 18 ડિસેમ્બર 2024 (08:09 IST)
Kathua Fire Accident જમ્મુના કઠુઆમાં બુધવારે સવારે એક મકાનમાં લાગેલી આગમાં છ લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, ઘરમાં 9 લોકો સૂતા હતા, જેમાંથી 6 લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા, જ્યારે 3 લોકો બેભાન થઈ ગયા હતા. આ ઘટના કઠુઆના શિવનગરમાં બની હતી.

મળતી માહિતી મુજબ મદદ માટે આગળ આવનાર એક પાડોશી પણ બેભાન થઈ ગયો છે. બેભાન લોકોની કઠુઆના જીએમસીમાં સારવાર ચાલી રહી છે. શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હતી. ગંગા ભગત (17 વર્ષ), દાનિશ ભગત (15 વર્ષ), અવતાર ક્રિષ્ના (81 વર્ષ), બરખા રૈના (25 વર્ષ), તકશ રૈના (3 વર્ષ), અદ્વિક રૈના (4 વર્ષ) આગમાં મૃત્યુ પામ્યા હતા. આગની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતનું આ 50 વર્ષ જુનું મંદિર કરી દીધું હતું બંધ, હવે પોલીસે અતિક્રમણ પર કરી કાર્યવાહી