rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાર્ટી કરવા ગયેલ યુવક મિત્રો સામે ડૈમમાં ડૂબ્યો, મોતનો લાઈવ VIDEO આવ્યો સામે

Kaliasot Dam death
, બુધવાર, 9 જુલાઈ 2025 (11:38 IST)
Kaliasot Dam death
મઘ્ય પ્રદેશની રાજધાની ભોપાલના કાલિયાસોત ડૈમમાં મિત્રો આથે પાર્ટી કરવા ગયેલ એક યુવકનુ ડૂબવાથી મોત થઈ ગયુ. ડૈમમાં ન્હાવા દરમિયાન યુવક પાણીમાં ડૂબી ગયો. આ હૈયુ કંપાવી દેનારી ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. યુવકની ઓળખ 22 વર્ષીય વેંકટેશ વિશાલ નાયડૂન આ રૂપમાં થઈ છે.  મિત્રોએ વિશાલના ડૂબવાનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો.   
 
પિકનિક મનાવવા ગયો હતો યુવક 
મળતી માહિતી મુજબ વિશાલ નાયડૂ પોતાના મિત્રો સાથે કલિયાસ્ત્રોત ડૈમ પર પિકનિક મનાવવા અને પાર્ટી કરવા ગયો હતો. ન્હાવા દરમિયાન આ દુર્ઘટના થઈ. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિશાલ, જે તરવુ જાણતો હતો, શરૂઆતમાં સહેલાઈથી તરી રહ્યો હતો. જો કે પરત આવતી વખતે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી. વીડિયોમાં તેના મિત્રને એવુ કહેતા સાંભળી શકાય છે કે ધ્યાન રાખ તેનુ, તેનો શ્વાસ ફુલી રહ્યો છે. જોત જોતામાં જ વિશાલ પાણીમાં ડૂબી ગયો.   

 
મિત્રોએ પોલીસને આપી સૂચના 
વિશાલને ડૂબતો જોઈને ગભરાયેલા મિત્રોએ તત્કાલ પોલીસને સૂચના આપી. સૂચના મળતા જ ગોતાખોરોની ટીમ ઘટનાસ્થળ પર પહોચી અને ખૂબ મુશ્કેલીથી વિશાલની ડેડ બોડી ડેમમાંથી બહાર કાઢી.   
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video : ફેલ થઈ ગયો પુત્ર તો પિતાએ દોડાવી દોડાવીને બેલ્ટથી માર્યો, વીડિયો જોઈને ભડકી પબ્લિક