જેઈઈ મેન રિઝલ્ટની પ્રતિક્ષા હવે પુરી થવાની છે. નેશનલ ટેસ્ટિંગ એજંસી (એનટીએ) સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર આજે જેઇઇ મેઈનના પરિણામો જાહેર કરી શકે છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે બુધવારે જેઈઇ મેઈન પરિણામની જાણકારી એક ટ્વિટ દ્વારા આપી હતી. તેમણે લખ્યું કે જેઇઇ મેઈન રિઝલ્ટ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પરિણામ જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યાં છીએ કે પરિણામ જાહેર થયા પછી તમે તમારુ JEE મુખ્ય પરિણામ 2020 ને કેવી રીતે ચકાસી શકો છો. JEE મેઈન્સ માટે ગત 1 અને 2 સપ્ટેમ્બરે લેવાયેલી પરીક્ષાનું આજે પરિણામ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી પરિણામ જોઈ શકાશે. જ્યારે JEE એડવાન્સ માટેનું રજિસ્ટ્રેશન આવતીકાલ એટલે કે 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. JEE મેઈન્સની ગુજરાતમાંથી 32 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જેઈઈ મેન રિઝલ્ત 2020 આ રીતે કરો ચેક
1. પહેલા એનટીએ ની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.
2. અહીં હાજર'JEE Main result 2020' લિંક પર ક્લિક કરો.
3. હવે જેઇઇ મેઇન લોગિન ડિટેલ્સ ભરીને સબમિટ બટન પર ક્લિક કરો.
4. પરિણામ જોવા માટે તમે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરી શકો છો.
5. એનટીએ જેઇઇ મુખ્ય પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.
5. ભવિષ્ય માટે પરિણામનું પ્રિન્ટઆઉટ લો.
6 . એનટીએ પર્સિન્ટાઇલ સ્કોર, ઓલ ઈન્ડિયા રેન્ક અને જેઇઇ મુખ્ય કટઓફ વિશેની માહિતી પણ પરિણામમાં હાજર છે.
એનટીએ મેઈન ટોપર 2020, કટઓફ અને સામાન્ય મેરિટ લિસ્ટ-
એનટીએ JEE પરિણામ જાહેર કરવા સાથે JEE મુખ્ય ટોપર સૂચિ જાહેર કરશે. JEE મેઇન કટઓફ અને ઉમેદવારોની ઓલ ઇન્ડિયા રેન્ક પણ પરિણામ સાથે મેશન કરાશે. જેઇઇ મેઇન રેન્ક લિસ્ટ 2020 ના ટોચના 2,50,000 ઉમેદવારો જેઇઇ એડવાન્સ 2020 માટે પાત્ર રહેશે