rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાઢ જંગલમાં સંતાયા હતા પહેલગામના આતંકવાદીઓ, ભારતીય સેનાએ આ રીતે કર્યા ઠાર... જાણો ઓપરેશન મહાદેવની ઈનસાઈડ સ્ટોરી

pahalgam attack
નવી દિલ્હી: , સોમવાર, 28 જુલાઈ 2025 (17:37 IST)
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ એ જ આતંકવાદીઓ છે જે આ વર્ષે એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ હતા. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ 'ઓપરેશન મહાદેવ' હેઠળ મોટી સફળતા મેળવી છે. સેનાએ કહ્યું છે કે પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબા (LET) ના ટોચના કમાન્ડર હાશિમ મુસા, જેણે આ હુમલાને અંજામ આપ્યો હતો, તેને પણ સોમવારે ઓપરેશન દરમિયાન સશસ્ત્ર દળોએ ઠાર માર્યો હતો.
 
ખોરાક અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી
60 દિવસ પછી, ભારતે આખરે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો. 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ એક આતંકવાદી, જે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, તે અન્ય ત્રણ આતંકવાદીઓના ઠેકાણા સાથે કેમેરામાં કેદ થયો છે. NDTV દ્વારા પ્રાપ્ત તસવીરોમાં, આતંકવાદીઓના મૃતદેહ જંગલની અંદર ઝાડીઓમાં પડેલા જોવા મળે છે અને તેમની આસપાસ ઘણી એસોલ્ટ રાઇફલો છે. ઝાડ વચ્ચે એક મોટી લીલી ચાદર લટકતી જોવા મળે છે.
 
આની નીચે કપડા, ધાબળો, પ્લાસ્ટિકની થેલીઓ, ખાવાપીવાને વસ્તુઓ અને પ્લેટોનો અવ્યવસ્થિત ઢગલો જોવા મળી રહ્યો છે. સુરક્ષા એજંસીઓને આશંકા છે કે આતંકવાદી કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની તકમાં હતા. વિસ્તારમાં શોધખોળ અભિયાન ચાલી રહ્યુ છે. ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સાથે મળીને ઓપરેશન મહાદેવ કોડનેમ  હેઠળ એક આતંકવાદ રોધી અભિયાન લિડવાસ ક્ષેત્રમાં ચલાવવામાં આવ્યુ હતુ.  
 
ઓપરેશન હજુ પૂરું થયું નથી
ભારતીય સેનાએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ આજે 'ઓપરેશન મહાદેવ' શરૂ કર્યા બાદ શ્રીનગર નજીક લિડવાસમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તેમાંથી એક લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી સુલેમાન ઉર્ફે હાશિમ મુસા, જે પહેલગામ હુમલાનો ખૂની અને માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાય છે, તે પણ માર્યો ગયો છે. આ ઉપરાંત, બે વધુ આતંકવાદીઓની ઓળખ અબુ હમઝા અને યાસીર તરીકે કરવામાં આવી છે. સેનાએ એક અપડેટમાં જણાવ્યું હતું કે, 'ભયંકર ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન ચાલુ છે.'
 
જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ સોમવારે અહીં નજીક હરવાનના જંગલોમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોની એક ટીમે દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન નજીક હરવાનના મુલનાર વિસ્તારમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે સુરક્ષા દળો આ વિસ્તારની શોધ કરી રહ્યા હતા, ત્યારે દૂરથી બે રાઉન્ડ ગોળીઓનો અવાજ સંભળાયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં વધારાના દળો મોકલવામાં આવ્યા છે અને ત્યાં હાજર કોઈપણ આતંકવાદીને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રમતા-રમતા ગયો જીવ, હૈદરાબાદમાં બેડમિંટન રમતા 25 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટ એટેક