મહારાષ્ટ્રના જલગાવમાં બુધવારે દર્દનાક રેલ દુર્ઘટના થઈ. પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની અફવા પછી અનેક મુસાફરો ટ્રેનની બહાર પાટા પર કૂદી ગયા જ્યારબાદ બીજી બાજુથી આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસ ટ્રેને તેમને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોત થઈ ચુક્યા છે અને અનેક ઘાયલોની સારવાર થઈ રહી છે. બીજી બાજુ હવે માહિતી સામે આવી છે કે આ રેલ દુર્ઘટનામાં જે 13 લોકોનુ મોત થયુ છે તેમા 4 લોકો નેપાળના નાગરિક છે.