Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હી બ્લાસ્ટમાં ચોંકાવનારો ખુલાસો : દિલ્હી NCR માં 200 બ્લાસ્ટ કરીને બાબરી મસ્જિદનો બદલો લેવા માંગતા હતા આતંકવાદી

jaish delhi blast plan
, ગુરુવાર, 13 નવેમ્બર 2025 (15:46 IST)
દિલ્હીના લાલ કિલ્લા પાસે વિસ્ફોટની તપાસ કરી રહેલા તપાસ કરનારાઓએ એક ચોંકાવનારી યોજનાનો ખુલાસો કર્યો છે.  જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ડોક્ટરોના એક શંકાસ્પદ આતંકવાદી મોડ્યુલે 6 ડિસેમ્બરે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં છ સ્થળોએ વિસ્ફોટોનું આયોજન કર્યું હતું.  આપને યાદ હોય તો આ એ મહત્વપૂર્ણ તારીખ છે જ્યારે  1992 માં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. વિસ્ફોટોના સંદર્ભમાં ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદીઓએ જણાવ્યું છે કે આ તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે તેઓ "બાબરી મસ્જિદના ધ્વંસનો બદલો લેવા" માંગતા હતા.
 
જૈશ મોડ્યુલે શ્રેણીબદ્ધ વિસ્ફોટો દ્વારા દિલ્હીને લક્ષ્ય બનાવવા માટે બહુ-તબક્કાના કાવતરાનો પણ ખુલાસો કર્યો છે. પૂછપરછ દરમિયાન, જૈશ ડૉક્ટર મોડ્યુલના સભ્યોએ ભારતના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરવાના હેતુથી આતંકવાદી કાવતરાને અંજામ આપવા માટે એક સુઆયોજિત, તબક્કાવાર યોજનાનો ખુલાસો કર્યો. નીચે વાંચો કે આતંકવાદ કેવી રીતે ઘડવામાં આવ્યો હતો...
 
ચરણ 1 : જૈશ-અંસાર આતંકી મૉડ્યૂલનુ ગઠન 
ચરણ 2 : હરિયાણાના નૂહ અને ગુરૂગ્રામથી ઈમ્પ્રોવાઈજ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) અને દારૂગોળો માટે કાચા માલની પ્રાપ્તિ
ચરણ 3 : ઘાતક રાસાયણિક IED નું નિર્માણ અને સંભવિત લક્ષ્ય સ્થાનોની જાસૂસી
ચરણ 4 : લક્ષ્ય સ્થાનોની જાસૂસી પછી મોડ્યુલ સભ્યોમાં એસેમ્બલ બોમ્બનું વિતરણ
ચરણ 5(છેલ્લુ) :  ડિસેમ્બરમાં દિલ્હીમાં છ થી સાત સ્થળોએ એકસાથે બોમ્બ વિસ્ફોટો કરવા
 
તપાસ કરનારાઓનુ કહેવુ છે કે મૂળ યોજના ઓગસ્ટ 2025 માં હુમલો કરવાની હતી પણ અભિયાનમાં મોડુ થવાને કારણે ષડયંત્રને એક નવી તારીખ  6 ડિસેમ્બર ને બાબરી મસ્જિદ વિઘ્વંસની વરસી સાથે પસંદ કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યુ કે જૈશ-એ-મોહમ્મદ વર્ષોથી અયોધ્યાનો હવાલો આપીને ધમકીઓ આપતો રહ્યો છે અને બાબરી વિઘ્વંસનો બદલો લેવાનુ આહ્વવાન કરતો રહ્યો છે.  મસૂદ અઝર વર્ષોથી પોતાના આતંકી ઉપદેશો અને સાપ્તાહિક સ્તંભોમાં અયોધ્યાને નિશાન બનાવાની શપથ લેતો રહ્યો છે.  
 
દિલ્હી NCR માં 200 બોમ્બ બ્લાસ્ટ થવાના હતા 
 દિલ્હી વિસ્ફોટો પાકિસ્તાની ષડયંત્રનો ભાગ હતો. જે ડોકટરો જેહાદી વિચારધારાથી પ્રેરિત હતા તેમની યોજનાઓ વધુ ખતરનાક હતી. તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે દિલ્હી એનસીઆરમાં 200 બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના હતી. આ કાવતરું 26/11 ના હુમલાની જેમ જ અંજામ આપવાનું નક્કી હતું. દિલ્હી એનસીઆરમાં ઘણા હાઇ-પ્રોફાઇલ સ્થળોની રેકી પણ કરવામાં આવી હતી.
 
ભારતની પ્રતિક્રિયા  
ભારતે ઝડપી અને નિર્ણાયક પ્રતિભાવ દ્વારા આતંકવાદ સામે પોતાનો દૃઢ નિર્ધાર દર્શાવ્યો છે. લાલ કિલ્લા વિસ્ફોટમાં સંડોવાયેલા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા મોડ્યુલને સફળતાપૂર્વક તોડી પાડીને, અધિકારીઓએ દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરનારાઓ સામે સ્પષ્ટ અને અડગ સંદેશ આપ્યો છે.
 
આ ઉપલબ્ધિ ભારતની ગુપ્તચર એજન્સીઓ, સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ કર્મચારીઓના અથાક સમર્પણને દર્શાવે છે, જેઓ નાગરિકોના જીવનનું રક્ષણ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે ચોવીસ કલાક કામ કરે છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે દિલ્હી બોમ્બ વિસ્ફોટને આતંકવાદી ઘટના ગણાવતો ઠરાવ પસાર કર્યો. આ જઘન્ય આતંકવાદી ઘટનાની સખત નિંદા કરતા, તેને રાષ્ટ્રવિરોધી શક્તિઓ દ્વારા આચરવામાં આવેલ કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું. મંત્રીમંડળે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને ખાતરી આપી કે ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Delhi Blast- દિલ્હી વિસ્ફોટ સ્થળથી 300 મીટર દૂર એક કપાયેલો હાથ મળી આવ્યો હતો અને શૌચાલયની છત પરથી મળી આવ્યો હતો.