Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જયપુર હિટ એંડ રન કેસ - ઉસ્માન ખાને કાર થી 3 લોકોને કચડ્યા, વિરોધમાં બળી રહ્યુ છે જયપુર, કોંગ્રેસે આરોપીને પાર્ટીમાંથી કાઢ્યો

jaipur accident
, મંગળવાર, 8 એપ્રિલ 2025 (13:01 IST)
જયપુર હિટ એંડ રન મામલે મોટો ખુલાસો થયો છે. હિટ એંડ રન મામલાંમા ત્રણ લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થઈ ગયા. આરોપી ઉસ્માન ખાન વિશે જાણવા મળ્યુ છે કે તે કોંગ્રેસના કાર્યકર્તા છે. પાર્ષદ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હતો. આરોપી ઉસ્માન રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થયો હતો.  આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. એવુ બતાવાય રહ્યુ છે કે ઉસ્માન જયપુરના શાસ્ત્રી નગરની રાણા કોલોનીમાં રહે છે. 
 
પાર્ટીમાંથી બહાર થયો ઉસ્માન ખાન 
જયપુર શહેર  જીલ્લા કોંગ્રેસ કમિટિએ હિટ એંડ રન કેસના આરોપી ઉસ્માન ખાનને બહાર કરી દીધો છે. આરોપી ખાનને કોંગ્રેસની જીલ્લા કાર્યકારિણીમાથી બહાર કરવામાં આવ્યો છે. ઉસ્માન ખાનનો કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સાથે ફોટો પણ છે. 
 
કારમાંથી નીકળી રહી હતી ચિંગારી 
 આરોપી ઉસ્માનની વિશ્વકર્મા ઈંડસ્ટ્રિયલ એરિયામાં લોખંડના પલંગ બનાવવાની ફેક્ટરી છે. જે સમયે ઉસ્માન ગાડી ચલાવી રહ્યો હતો એ ખૂબ નશામાં હતો. કારની ગતિ પણ ખૂબ વધુ હતી. જેનો અંદાજ સીસીટીવી ફુટેજ પરથી લગાવી શકાય છે.  હિટ એંડ રન દરમિયાન ઉસ્માનની કારની પાછળથી ચિનગારી નીકળી રહી  હતી. 

આરોપી વિરુદ્ધ લોકોનો ફ્ટ્યો ગુસ્સો 
જયપુર હિટ એંડ રન કેસને લઈને પબ્લિકનો ગુસ્સો વધતો જઈ રહ્યો છે. જયપુરમાં વિરોધ પ્રદર્શન ઝડપી થઈ ગયુ છે.  નાહરગઢ પોલીસ સ્ટેશન બહાર જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે. ક્રોધિત ભીડ ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. રસ્તા પર આગ ચાંપવામાં આવી. આરોપી ઉસ્માન ખાનને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે.  
 
ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા
જયપુર હિટ એન્ડ રન કેસમાં, 50 વર્ષીય મમતા કંવર અને 37 વર્ષીય અવધેશ પારીકનું ઉસ્માન ખાનની કાર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે વીરેન્દ્ર સિંહ નામના અન્ય એક યુવકનું આજે સવારે મૃત્યુ થયું હતું. આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.
 
8 થી વધુ લોકો કચડાઈ ગયા
સોમવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ, જયપુરમાં એક હાઇ-સ્પીડ SUV કારે રસ્તાઓ પર અરાજકતા મચાવી દીધી. જ્યારે નશામાં ધૂત ફેક્ટરી માલિક અને કોંગ્રેસ નેતા ઉસ્માન શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં 6 થી 7 કિલોમીટર સુધી SUV ઝડપી ગતિએ ચલાવી રહ્યા હતા. આ જગ્યાએ તેણે 4 થી 5 જગ્યાએ લોકોને માર માર્યો. વાહનમાં ચાલીને જઈ રહેલા અને મુસાફરી કરી રહેલા 8 થી વધુ લોકો કચડાઈ ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્યા પછી ઈમોશનલ થયા હાર્દિક પંડ્યા, બોલ્યા - મને નથી ખબર કે શુ કહેવુ જોઈએ