rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જયપુરમાં હાઈટેંશન લાઈનની ચપેટમાં આવી મજૂરોથી ભરેલી બસ, 2 ના મોત 10 થી વધુ ઘાયલ

Jaipur Bus Fire
જયપુર. , મંગળવાર, 28 ઑક્ટોબર 2025 (12:05 IST)
fire on rajsthan

રાજસ્થાનના જયપુરમાં મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. જ્યા મજૂરોને લઈને જતી એક બસ હાઈટેંશન લાઈનના તારની ચપેટમાં આવી ગઈ. જેમા 10 થી વધુ લોકો દાઝી ગયા અને બે ના મોત થઈ ગયા. જયપુર ગ્રામીણના મનોહરપુર  વિસ્તારની આ ઘટના છે. જ્યા મજૂરોથી ભરેલી બસમાં કરંટ દોડી ગયો.   હાઇ-ટેન્શન લાઇનને સ્પર્શ કર્યા પછી બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર દસ કામદારો ઘાયલ થયા હતા. ઘાયલ કામદારોને ગંભીર હાલતમાં શાહપુરા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર હાલતમાં પાંચ મુસાફરોને જયપુર રિફર કરવામાં આવ્યા હતા. બસ કામદારોને ટોડીના એક ઈંટના ભઠ્ઠામાં લઈ જઈ રહી હતી. માહિતી મળતાં, મનોહરપુર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી.

જયપુર બસ દુર્ઘટના 
મળતી માહિતી મુજબ મજુરોથી ભરેલી બસ યૂપીથી મનોહરપુરના ટોડીમાં એક ઈંટના ભઠ્ઠા પર આવી પહોંચી હતી. રસ્તામાં, બસ ઊંચા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી અને 11,૦૦૦ વોલ્ટની વીજળીની લાઈનના સંપર્કમાં આવી ગઈ. જેના કારણે બસમાંથી કરંટ ફેલાઈ ગયો અને સ્પાર્કિંગથી આગ લાગી ગઈ. આ ઘટનાથી ઘટનાસ્થળે બૂમા બૂમ અને અફરા તફરીનો માહોત ફેલાય ગયો  
 
સૂચના પર મનોહરપુર પોલીસ સ્ટેશન અને વહીવટી અધિકારી ઘટના સ્થળ પર પહોચ્યા અને ઘયલોને શાહપુરા ઉપજીલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. ગંભીર રૂપસે દાઝેલા 5 મજૂરોની સૂચના મળતા જ પહોચેલી અગ્નિશામક ટીમની મદદથી આગ પર કાબુ મેળવી લેવામં આવ્યો. પોલીસે મૃતકોની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મુકાવી છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.  

 
અગાઉ, જેસલમેરમાં એક મોટી બસ અકસ્માત થયો હતો, જ્યાં જોધપુર જતી એક ખાનગી બસમાં આગ લાગી હતી, જેમાં 21 લોકો માર્યા ગયા હતા. બસમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને ઉપયોગમાં લેવાતા ફાઇબર ખૂબ જ જ્વલનશીલ હતા, જેના કારણે આગ ઝડપથી લાગી ગઈ હતી. બસનો મુખ્ય દરવાજો પણ બંધ હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત સિવિલ હોસ્પિટલમાં એક ચમત્કાર થયો; સારવાર માટે પહોંચેલો એક મૃત વ્યક્તિ ફરી જીવિત થયો