Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીની સ્પેશ ડિપ્લોમેસી, આજે SAARC દેશોને મળશે સેટેલાઈટ, PAK સામેલ નહી

મોદીની સ્પેશ ડિપ્લોમેસી, આજે SAARC દેશોને મળશે સેટેલાઈટ, PAK સામેલ નહી
, શુક્રવાર, 5 મે 2017 (12:03 IST)
ભારતીય અંતરિક્ષ એજંસી ઈસરો શુક્રવારે સાંજે 5 વાગ્યે દક્ષિણ એશિયા સંચાર ઉપગ્રહ જીસેટ-9 ના રોલ લોંચ કરશે. શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોંચ કરવામાં આવશે.  આ સેટેલાઈટ મતલબ ઉપગ્રહ પ્રક્ષેપણથી દક્ષિણ એશિયાઈ દેશો વચ્ચે સંપર્ક ને પ્રોત્સાહન મળશે. સાથે જ દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ચીનના પ્રભાવને ઓછો કરી શકાશે. 
 
આ ભૂસ્થિર સંચાર ઉપ્રગ્રહનુ નિર્માણ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને કર્યુ છે. તેનુ પ્રક્ષેપણ અહીથી કરવામાં આવશે. જીસેટ-9 ને ભારત તરફથી તેના દક્ષિણ એશિયાઈ પડોશી દેશો માટે ભેટ માનવામાં આવી રહ્યુ છે.  આ ઉપગ્રહને ઈસરોના રોકેટ જીએસએલબી એફ-09 થી લોંચ કરવામાં આવશે. ઈસરોના અધ્યક્ષ કિરણ કુમારે જણાવ્યુ કે શુક્રવારે સાંજે ચાર વાગીને 57 મિનિટ પર પ્રક્ષેપણ થશે. 
 
આઠ સાર્ક દેશોમાંથી સાત ભારત, શ્રીલંકા, ભૂતાન, અફગાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ અને માલદીવ આ પ્રોજેક્ટનો ભાગ છે. પાકિસ્તાને એવુ કહીને આનાથી બહાર રહેવાનો નિર્ણય લીધો કે તેનો પોતાનો અંતરિક્ષ કાર્યક્રમ છે આ ઉપગ્રહનુ રોકાણ લગભગ 235 કરોડ રૂપિયા છે અને તેનો ઉદ્દેશ્ય દક્ષિણ એશિયા ક્ષેત્રના દેશોને સંચાર અને વિપદા સહયોગ પુરી પાડવાનો છે. 
 
12 વર્ષ છે જીસેટ-9ની લાઈફટાઈમ 
 
જીસેટને ચેન્નઈથી લગભગ 135 કિલોમીટર દૂર શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોંચિગ પેડથી લોંચ કરવામાં આવશે. ઈસરોએ જણાવ્યુ કે જીસેટ-9 મિશનના ઓપરેશનનુ 28 કલાકનું કાઉંટડાઉન બૃહસ્પતિવાર બપોરે 12.57 વાગ્યે શરૂ થયુ. તેનુ મિશન લાઈફટાઈમ 12 વર્ષનું છે. 
 
PM મોદીની સ્પેસ ડિપ્લોમેસી 
 
મે 2014માં સત્તામાં આવ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે સાર્ક સેટેલાઈટ બનાવવા માટે કહ્યુ હતુ. જે પડોશી દેશોને ભારત તરફથી ભેટ હશે. સાથે જ ચીનના પ્રભાવ ક્ષેત્રને ઓછો કરી શકાશે. ગયા રવિવારે મન કી બાત કાર્યક્રમમાં મોદીએ જાહેરાત કરી હતી કે દક્ષિણ એશિયા ઉપગ્રહ પોતાના પડોશી દેશને ભારત તરફથી કિમતી ભેટ આપશે. મોદીએ કહ્યુ હતુ, 'પાંચ મે ના રોજ દક્ષિણ એશિયા ઉપગ્રહનુ પ્રક્ષેપણ કરશે. આ પરિયોજનામાં ભાગ લેનારા દેશોની વિકાસાત્મક જરૂરિયાતો પુરી કરવામાં આ ઉપગ્રહના ફાયદા લાંબો રસ્તો નક્કી કરશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

450 કરોડના રોકાણથી બનેલા SAARC સેટેલાઈટની 10 ખાસ વાત