ઇઝરાયેલે દક્ષિણ સીરિયા પર હુમલો કર્યો
ઈઝરાયેલે આજે દક્ષિણ સીરિયા પર હવાઈ હુમલો કર્યો. દક્ષિણ સીરિયાના ડેરા પ્રાંતમાં હવાઈ હુમલા દ્વારા ઘણા લક્ષ્યોને નષ્ટ કરવામાં આવ્યા હતા.
આ હુમલામાં 2ના મોત અને 19 ઘાયલ થયાના સમાચાર છે. ઇઝરાયેલી સૈન્યએ હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેણે સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના દળોના હથિયારોથી સજ્જ સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા.