Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાનપુર રેલ દુર્ઘટનાના આરોપીની ચોખવટ - ISIના કહેવાથી પ્રેશર કુકરથી ટ્રેકને ઉડાવ્યો હતો

કાનપુર રેલ દુર્ઘટનાના આરોપીની ચોખવટ - ISIના કહેવાથી પ્રેશર કુકરથી ટ્રેકને ઉડાવ્યો હતો
કાનપુર. , શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (15:18 IST)
પુખરાયા રેલ દુર્ઘટનામાં પાટા કાપીને ટ્રેન પલટવામાં આવી કે બોમ્બ વિસ્ફોટ કરીને. આ કોયડો ગૂંચવાતો જઈ રહ્યો છે. બિહારમાં ધરપકડ કરાયેલ આઈએસઆઈના એજન્ટ મોતી પાસવાને પૂછપરછમાં બતાવ્યુ કે 10 લીટરવાળા પ્રેશરકુકરમાં આઈઈડી વિસ્ફોટકથી ટ્રેકને ઉડાવ્યો હતો.  તેણે 7 અન્ય લોકો સાથે મળીને 2 વખત કાનપુર પાસે રેલ પાટાને નુકશાન પહોંચાડ્યુ હતુ. 
 
પોલીસને મળી હતી આઈએસઆઈ એજંટની રેકોર્ડિંગ 
 
બીજી બાજુ કાનપુર પોલીસને આઈએસઆઈ એજંટ વૃજકિશોર ગિરી, રાજૂ પટેલ અને જુબૈર અહમદની જે ફોન રેકોર્ડિંગ મળી છે તેમા વૃજકિશોર ગિરી, રાજૂ પટેલ અને જુબૈર અહેમદને કહી રહ્યા છે કે તમને લોકોને પાટા બ્લાસ્ટ કરવાના કહ્યા હતા અને તમે ઉખાડીને નીકળી ગયા.  હવે તમારે પૈસા પરત કરવા પડશે. જેથી હવે એ સ્પષ્ટ નથી થઈ રહ્યુ કે પાટા બ્લાસ્ટથી ઉડાવ્યા કે કાપવામાં આવ્યા.  એવુ પણ બની શકે કે આરોપી ખોટુ બોલી રહ્યા હોય.  પૂછપરછમાં મોતી પાસવાને જણાવ્યુ કે વૃજકિશોર ગિરિ બધા 7 લોકોને લીડ કરી રહ્યો હતો.  ગિરિની થોડા દિવસ પહેલા નેપાળમાં એક હત્યા બાબતે ધરપકડ કરી હતી. 
 
મોતી પાસવાન પાસેથી માહિતીની પોલીસ તપાસ કરશે 
 
મોતી પાસવાન 2 અન્ય યુવકોને પણ જાણે છે જેનુ નામ રાકેશ યાદવ ને ગજેન્દ્ર શર્મા છે. પોલીસ તેમની પણ શોધ કરી રહી છે.  હવે કોણ સાચુ છે અને કોણ ખોટુ એ આગળની તપાસથી નક્કી થશે.   પૂછપરછ કરનારાઓમાં એટીએસના આઈજી અસીમ ઉપરાંત રેલવે પોલીસના આઈજી એલવી એંટની દેવકુમાર અને એટીએસના ડિપ્ટી એસપી મનીષ સોનકરનો પણ સમાવેશ હતો.  એટીએસના આઈજી અસીમ અરુણે કહ્યુ કે મોતી પાસવાન પાસેથી જે માહિતી મળી તેની ફોરેંસિક તપાસ, રેલ વિભાગના પરીક્ષણ અને તેની સીડીઆરનુ વિશ્લેષણ પોલીસ કરશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોબ્રા ગર્લ ઓફ ગુજરાતના નામે જાણીતાં સ્નેહલ ભટ્ટનું નિધન