. હૈદરાબાદમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનો અનાદર કરવાનો મામલો સામે આવ્યો છે. અહી કેટલાક લોકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને મોઢામાં મુકીને ફટાકડા ફોડ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમા એક યુવક ગાંધીજીના સ્ટેચ્યુના મોઢામાં ફટાકડા મુકીને ફોડી રહ્યો છે.
શું છે આખો મામલો?
સિકંદરાબાદમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર આતશબાજી કરવામાં આવી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કરતા જોવા મળી રહ્યા છે. હકીકતમાં રીલ બનાવવાની પ્રક્રિયામાં, યુવાનો ઘૃણાસ્પદ વ્યવ્હર કરવામાં પણ સંકોચ કરતા નથી.
યુવાનોએ ગાંધીજીની પ્રતિમા પર ફટાકડા ફોડ્યા હતા. કેટલાક સગીર છોકરાઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાના મોંમાં ફટાકડા ફોડ્યા હતા. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટના સિકંદરાબાદની છે.
આ મામલો ત્યારે ઉજાગર થયો જ્યારે કેટલાક લોકોએ હૈદરાબાદના સીપીને વીડિયો ટેગ કર્યો અને તેમને ગુંડાઓ સામે કાર્યવાહી કરવાનું કહ્યું. પોલીસે વીડિયોના આધારે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બોઇનપલ્લી ઇન્સ્પેક્ટર લક્ષ્મીનારાયણ રેડ્ડીએ ખુલાસો કર્યો કે ચાર સગીર છોકરાઓની ઓળખ આરોપી તરીકે કરવામાં આવી છે અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.