ટ્રેનોમાં મોટાભાગે લોકો ખાવાપીવાની વસ્તુઓના ઊંચા ભાવ વસૂલવાની ફરિયાદ કરે છે. જ્યારે કે અનેકવાર મુસાફરોને ખાદ્ય સામગ્રીના સાચા ભાવની માહિતી હોતી નથી અને તેઓ ઠગાઈ જાય છે. આ દરમિયાન મુસાફરોને જાગૃત કરવાના હેતુથી રેલવેની સંસ્થા આઈઆરસીટીસીએ એક ટ્વીટ કરી ખાવાપીવાની વસ્તુઓના સત્તાવાર ભાવ બતાવ્યા છે. આઈઆરસીટીસીના ટ્વીટ મુજબ ટીબેગ સાથે ચા/કોફીની કિમંત 7 રૂપિયા છે. એક લીટર પેકેડ ડ્રિંકિંગ વોટરની કિમંત 15 રૂપિયા નિર્ધારિત છે. આ ઉપરાંત સ્ટાંડર્ડ વેજ બ્રેકફાસ્ટની કિમંત પણ 30 રૂપિયા નક્કી છે.
વેજ થાળીની કિંમત રેલવેએ 50 રૂપિયા નક્કી કરી છે. જ્યારે નોન વેજ થાળીની કિંમત 55 રૂપિયા હશે. નવી પોલિસી પ્રમાણે આઈઆરસીટીસીને ટ્રેનોમાં ખાનપાનની જવાબદારી સોંપવામાં આવી છે. પીવાના પાણીની બોટલ રૂપિયા ૧૫માં મળશે.
પ્રભુએ કહ્યું કે, હવેથી પ્રવાસીઓને સ્વાદિષ્ટ ભોજન અને પૌષ્ટિક જમવાનું આપવાની તમામ જવાબદારી રેલવેની રહેશે. ટ્રેનોમાં હવેથી જમવાનું પીરસનાર સ્ટાફ અનુભવી હોય તેનું ખાસ ધ્યાન રખાશે. નવી કેટરિંગ પોલિસીમાં મહિલાઓના સશક્તિકરણ પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
કેટરિંગ કોન્ટ્રાક્ટમાં મહિલાઓને એક તૃતિયાંશ કામ અપાશે. આ સાથે જ કિચન તમામ ઝોનલ રેલવેને આધીન રહેશે. એ વન અને એ શ્રેણીનાં રેલવે સ્ટેશનો પર ચાલતાં જન આહાર અને ફૂડ પ્લાઝા, ફૂડ કોર્ટની જવાબદારી પણ આઈઆરસીટીસીને સોંપવામાં આવી છે. સુરેશ પ્રભુએ અંત્યોદય અને નવી હમસફર ટ્રેનોને લીલીઝંડી પણ આપી દીધી છે. હમસફર ક્લાસની આ ચોથી ટ્રેન છે