Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે દેશભરમાં બંધ રહેશે OPD સુવિદ્યાઓ, 10 લાખ ડોક્ટર નહી કરે કામ

આજે દેશભરમાં બંધ રહેશે OPD સુવિદ્યાઓ, 10 લાખ ડોક્ટર નહી કરે કામ
નવી દિલ્હી. , સોમવાર, 17 જૂન 2019 (10:17 IST)
ઈંડિયન મેડિકલ એસોસિએશને રવિવારે કહ્યુ કે પશ્ચિમ બંગાળમાં હાલમાં ડોક્ટરો પર થયેલ હુમ્કલાના વિરોધમાં 17 જૂનના રોજ દેશભરમાં બિનજરૂરી સ્વાસ્થ્ય સેવાઓ રદ્દ કરવા સાથે પોતાની હડતાળની દિશામાં આગળ વધશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવાઓ રદ્દ કરવા સાથે તે પોતાની હડતાલની દિશામાં આગળ વધહ્સે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એક દિવસ પહેલા રાજ્યો સાથે ડોક્ટરો અને મેડિકલ વ્યવસાય કરનારની કોઈપણ પ્રકારની હિંસાથી સુરક્ષા માટે વિશેષ કાયદો લાગૂ કરવા પર વિચાર કરવાનુ કહ્યુ હતુ જ્યારબાદ આઈએમએની આ જાહેરાત સામે આવી છે. 
 
આઈએમએ બેનર હેઠળ દેશભરમાં લગભગ 3 લાખથી વધુ ડોક્ટર સારવારમાં સામેલ થશે. જેના સહિત સરકારી હોસ્પિટલના રેજીડેંટ અને આયુષના ડોક્ટર પણ હડતાલ પર રહેશે. આવામાં લગભગ દસ લાખ ડોક્ટર ઓપીડીમાં નહી દેખાય. તેનાથી દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.  જો કે તાત્કાલિક વોર્ડ, પ્રસુતિ અને પોસ્ટમોર્ટમ વગેરે અવરોધાશે નહી.  ટોચની મેડિકલ સંસ્થાએ ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ પર અને હોસ્પિટલોમાં આ પ્રકારની હિંસાનો સામનો કરવા વ્યાપક કેન્દ્રીય કાયદાની માંગ કરી. આઈએમએના નિવેદન મુજબ હિંસાના દોષીઓ માટે દંડની જોગવાઈને કેન્દ્રીય કાયદામાં સામેલ કરવા જોઈએ અને ભારતીય દંડ સહિતા અને અપરાધ દંડ પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી) યોગ્ય સંશોધન થવુ જોઈએ. 
 
નિવેદન મુજબ આઉટડોર પેશંટ ડિપાર્ટમેંટ (ઓપીડી) સેવા સહિત બિનજરૂરી સેવાઓ સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવાર સવારે છ વાગ્યા સુધી 24 કલક માટે બંધ રહેશે.  જેમના મુજબ આ દરમિયાન તત્કાલિન અને આકસ્મિક સેવાઓ ચાલુ રહેશે. 
 
તેમને 17 જૂનના રોજ બિનજરૂરી સેવાઓ રદ્દ કરવા સાથે દેશવ્યાપી હડતાળનુ આહ્વાન કર્યુ છે. આઈએમએ અને દિલ્હી મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓએ શનિવારે વર્ધન સાથે વાત કરી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ind vs Pak - ભારતે પાકિસ્તાનને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 89 રનથી હરાવ્યું