ગુજરાતથી મથુરા જતી વખતે રાજસ્થાનના ભરતપુરથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધીના સમાચાર મુજબ મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા જઈ રહી હતી. તે ભરતપુરમાં એક ભયાનક અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો જેમાં ઓછામાં ઓછા 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ પામેલાઓમાં 6 મહિલાઓ અને 5 પુરૂષો હતા. તમામ મૃતકો ગુજરાતના ભાવનગરના રહેવાસી છે. રિપોર્ટ અનુસાર બસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બેઠા હતા. રાજસ્થાનના ભરતપુરમાં બુધવારે આ બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર હંતારા પાસે સવારે 5:30 વાગ્યે થયો હતો
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગ્રા હાઈવે પર આવેલા હંતારા પુલ પર બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી બસના ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી હતી અને બસનું રિપેરિંગ કામ શરૂ કર્યુ હતું. આ દરમિયાન ફૂલ સ્પીડમાં આવેલી ટ્રકે બસને ધડાકાભેર ટક્કર મારી હતી.
બસમાં 60 મુસાફરો સવાર હતા
જણાવવામાં આવી રહ્યું છે કે ભક્તોની બસમાં 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા જે અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં ઓછામાં ઓછા 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ પામેલાઓમાં 6 મહિલાઓ અને 5 પુરૂષો હતા. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયાના પણ સમાચાર છે. પોલીસ દ્વારા તમામ ઘાયલ મુસાફરોને વહેલી તકે આરબીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોની અહીંની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે