Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આંધ્ર પ્રદેશ - હીરાખંડ એક્સપ્રેસના સાત ડબ્બા પાટા પરથી ખડી પડતાં 32નાં મોત

આંધ્ર પ્રદેશ - હીરાખંડ એક્સપ્રેસના સાત ડબ્બા પાટા પરથી ખડી પડતાં 32નાં મોત
, રવિવાર, 22 જાન્યુઆરી 2017 (10:37 IST)
આંધ્ર પ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના કુનેરુ સ્ટેશન નજીક ગઈ કાલે રાતે લગભગ 11.30 વાગ્યાના સુમારે છત્તીસગઢના જગદલપુરથી ઓડિશાના ભૂવનેશ્વર તરફ જતી હીરાખંડ એક્સપ્રેસનું એન્જિન અને સાત ડબ્બા પાટા પરથી ખડી પડતાં 32 જણનાં કરૂણ મોત નિપજ્યાં છે અને બીજાં 50 જણને ઈજા થઈ છે.
 
સૂત્રોના મતે એક માલગાડી આ પાટા પરથી સુરક્ષિત રીતે પસાર થઇ ગઇ હતી. પેટ્રોલિંગ કરનાર વ્યક્તિએ પણ પાટાની તપાસ કરી હતી. જો કે ટ્રેનચાલકને પાટા પરથી ટ્રેન ઉતરતાં પહેલાં જ કોઇ ફટાકડાં જેવો અવાજ સંભળાયો હતો. એવું લાગે છે કે પાટા પર કોઇ મોટી તિરાડ પડી હશે તેના લીધે ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ. સૂત્રોએ કહ્યું, ‘આ વિસ્તાર નકસલવાદ પ્રભાવિત હોવાથી અને ગણતંત્ર દિવસ નજીક આવતો હોવાથી પાટા સાથે છેડછાડ કરી હોવાની પ્રબળ આશંકા છે. ષડયંત્રની શંકાને નકારી શકાય નહીં.’

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં નીકળી છે જોબ્સની વેકેન્સી, મળશે 43350 હજાર સેલેરી