Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિમાચલ પ્રદેશમાં કોરોનાનો કહેર, 79 વિદ્યાર્થીઓ અને 3 સ્ટાફ મેમ્બર પોઝિટીવ, એરિયા થયો સિલ

હિમાચલ પ્રદેશમાં કોરોનાનો કહેર, 79 વિદ્યાર્થીઓ અને 3 સ્ટાફ મેમ્બર પોઝિટીવ, એરિયા થયો સિલ
, બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (18:02 IST)
હિમાચલ પ્રદેશના મંડીમાં કોરોનાના કેસ (Corona virus in Himachal Pradesh) નો વિસ્ફોટ થયો છે. ત્યા આવેલ એક બોર્ડિંગ શાળામાં 79 વિદ્યાર્થીઓ સાથે ત્રણ સ્ટાફ મેમ્બર પણ કોરોના પોઝીટીવ જોવા મળ્યા છે. આ મામલો મંડીના ઘરમપુરમાં આવેલ શાળાનો છે. હાલ વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમા શાળાઓ 25 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય ગયા અઠવાડિયે જ લઈ લેવામાં આવ્યો હતો. 21 સપ્ટેમ્બર પછી શાળા ખુલવાની હતી પણ હવે 25 સપ્ટેમ્બર સુધી શાળા બંધ રહેશે. 
 
હાલ ત્યા ફક્ત રહેવાશી શાળા ખોલવાની મંજુરી આપવામાં આવી છે. તેમને માટે ખાસ SOP સેટ કરવામાં આવી છે. બાકી શાળામાં ફક્ત ટીચર અને નોન ટીચિંગ સ્ટાફને બોલાવવામાં આવી રહ્યો છે. 
 
દેશમાં 26,964 નવા કેસ 
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 26,964 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી 34,167 સાજા થયા અને 383 લોકોના મોત થયા. હાલમાં, ભારતમાં કોરોનાના 3,01,989 સક્રિય કેસ છે. આ સંખ્યા છેલ્લા 186 દિવસોમાં સૌથી ઓછી છે. દેશમાં અત્યાર સુધીમાં 4,45,768 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 82,65,15,754 કોવિડ રસીઓ આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો, 21 સપ્ટેમ્બરે ત્યાં છેલ્લા 24 કલાકમાં 234 કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય, ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાના અસરગ્રસ્તોની સહાયમાં કર્યો વધારો