Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિમાચલ : લોહાલ-સ્પીતિમાં ભારે હિમવર્ષા, ટ્રેકિંગ માટે ગયેલા 35 આઈઆઈટી વિદ્યાર્થીઓ લાપતા

હિમાચલ : લોહાલ-સ્પીતિમાં ભારે હિમવર્ષા, ટ્રેકિંગ માટે ગયેલા 35 આઈઆઈટી વિદ્યાર્થીઓ લાપતા
, મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (11:19 IST)
હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીતિમાં ટ્રેકિંગ માટે ગયેલા ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન રૂડકી(આઈઆઈટી)ના 35 વિદ્યાર્થીઓ લાપતા થઈ ગયા છે. વિસ્તારમાં ભારે વરસાદ અને ભારે હિમવર્ષાને કારણે મોસમ ખરાબ છે.  એવુ કહેવાય રહ્યુ છે કે અહી ટ્રેકિંગ માટે આવેલ કુલ 45 લોકો લાપતા છે. 
એક લાપતા વિદ્યાર્થી અંકિત ભાટીના પિતા રાજબીર સિંહનુ કહેવુ છે કે ગ્રુપના લોકો હમ્પટા પાસ પર ટ્રેકિંગ માટે ગયા હતા અને ત્યાથી તેઓ મશહૂર પર્યટન સ્થળ મનાલી પરત ફરવાના હતા. જો કે અત્યાર સુધી તેમના ગ્રુપના કોઈ સભ્ય સાથે સંપર્ક થઈ શ્જક્યો નથી. કૈલાંગના એસડીએમ અમર સિંહ નેગીનુ કહેવુ છે કે લાહૌલ-સ્પીતિ જીલ્લાના કોકસર કૈપમાં 8 મુસાફરોનુ ગ્રુપ સુરક્ષિત છે. આ દળમાં બ્રુનેઈની એક યુવતી અને નીધરલેંડ્સના એક વ્યક્તિનો સમાવેશ છે. 
webdunia
કુલ્લુમાં એક યુવતી સહિત 4 લોકોએ જીવ ગુમાવી દીધા, જ્યારે કાંગડા જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે. સોમવારના રોજ રાજ્યના કેટલાંય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. તો કેટલાંક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે. હાલ ખરાબ હવામાનના લીધે કાંગડા, કુલ્લુ અને હમીરપુર જિલ્લામાં મંગળવારના રોજ સ્કૂલ બંધ રખાઇ છે.
 
પૂરમાં કેટલાંય ઘર વહી ગયા છે. વ્યાસ નદીની જળસપાટી ખતરાના નિશાનને પાર કરી ચૂકી છે. હિમાચલના વનમંત્રી ગોવિંદ સિંહ ઠાકુરનું કહેવું છે કે લોકોને નદીઓ અને ધોધની નજીક ના જવાનો નિર્દેશ આપ્યો છે. કુલ્લુમાં જિલ્લા પ્રશાસને હાઇએલર્ટ જાહેર કર્યું છે. અહીં શરૂઆતના અંદાજ પ્રમાણે 20 કરોડની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે.
 
કુલ્લુ જીલ્લાના પર્યટન વિકાસ અધિકારી બીએસ નેગીનુ કહેવુ છે કે બધી એડવેંચર્સ રમત જેવી કે પૈરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ પર રોક લગાવી દેવામાં આવી છે. મંગળવારે સતત બીજા દિવસે હમીરપુર કાંગડા અને કુલ્લુમાં બધી સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.  ભારે હિમ વર્ષા અને ભૂસ્ખલનથી રાજ્યના 12માંથી 10 જીલ્લા પ્રભાવિત થયા છે. મનાલીનો સંપર્ક રાજ્યના બાકી ભાગો સાથે કપાય ગયો છે.  બીજી બાજુ લૈડસ્લાઈડને કારણે 378 રસ્તાઓ બંધ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અફગાનિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમમાં થશે આ મોટા ફેરફાર, આ લોકોને મળી શકે છે તક