કુન્નૂર હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા આગરાના વિંગ કમાંડર પૃથ્વી સિંહ ચૌહાણના ઘરના લોકો રડી રડીને બેહાલ છે. ગુરૂવારે તેમની માતા સુશીલા સિંહ રડી રડીબે બેશુદ્ધ થઈ રહી હતી. સંબંધીઓ તેમને સાચવી રહ્યા હતા. જ્યારે પણ તેમને હોશ આવતા તો એક જ વાત બોલતી, ઓ મારા લાલ.. ઓ મારા બેટા.. પરત આવી જા. ક્યારેક પથારી પર સુઈ જતી તો ક્યારેક અચાનક બેસી જતી હતી. તેમની આ હાલત જોઈને અન્ય મહિલાઓના આંસુ પણ થમી રહ્યા નહોતા.
વિંગ કમાંડર પૃથ્વી સિંહ 31 ડિસેમ્બરના રોજ આગરા સ્થિત પોતાના ઘરે આવવાના હતા. તેમના પિતાને જન્મદિવસ પર સરપ્રાઈઝ આપવાના હતા. તેમને પરિવાર સાથે આ વાત શેયર પર કરી હતી. પણ્ણ પિતાને બતાવવાની ના પાડી હતી. ગુરૂવારે સવારે આ વાતની પિતાને જાણકારી મળી. તેઓ વારેઘડીએ એવુ જ કહી રહ્યા હતા કે આવી સરપ્રાઈઝ કેમ આપી ગયો મારો પુત્ર. શહીદના સંબંધીઓ પુષ્પેદ્ર સિંહે જણાવ્યુ કે પાર્થિવ બોડી ઘરે આવ્યા પછી શુક્રવારે પોઈયા ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
શહીદ વિંગ કમાંડર પૃથ્વી સિંહની માતાના આંસુ રોકવવાની નામ નહોતા લઈ રહ્યા. ગુરૂવારે તે વારેઘડીએ પોતાના પુત્રએ પરત આવવાનુ કહી રહી હતી. હ્રદયદ્વાવક દ્રશ્યને જોઈને લોકોની પણ આંખો ભરાય જતી હતી.
પૃથ્વી સિંહના પિતા સુરેન્દ્ર સિંહ મૂળરૂપથી અલવરના રહેનારા હતા. વર્ષ 1960માં આગરામાં આવીને વસ્યા અને બીટા બ્રેડનો વેપાર કર્યો. તેઓ પણ ગુમસુમ રૂમમાં સોફા પર બેસ્યા હતા. વિંગ કમાંડરના કઝીન પુષ્પેન્દ્ર સિંહ જાદોને જણાવ્યુ કે 31 ડિસેમ્બરના રોજ તેમનો આગરાનો પોગ્રામ હતો. સમગ્ર પ્લાનિંગ થઈ ગઈ હતી. 31 ડિસેમ્બરના રોજ તેમના પિતા સુરેન્દ્ર સિંહ ચૌહાણનો જન્મદિવસ છે. સરપ્રાઈઝ પાર્ટીની તૈયારી ચાલી રહી હતી. પૃથ્વીને પિતાને આ વાત જણાવવાની ના પાડી હતી પણ વિધિને કંઈ બીજુ જ મંજુર હતુ અને કાળની ક્રૂર હાથોએ તેમને અમારી પાસેથી છીનવી લીધો.