પંજાબના ફરીદકોટમાં મોંઘા ઘોડા ખરીદવાના શોખીન એક વ્યક્તિ પાસેથી 17.50 લાખ રૂપિયાની ઠગીનો મામલો સામે આવ્યો છે. આ વ્યક્તિનુ નામ કરણવીર ઈન્દ્ર સિંહ સેખો છે. સેખોએ એક વ્યક્તિ પાસેથી કાળો ઘોડો ખરીદ્યો હતો પણ થોડા સમય પછી જ આ ઘોડો સફેદ થઈ ગયો.
પીડિત કરણવીરે ફરીદકોટ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેણે જે ઘોડો કાળો સમજીને ખરીદ્યો હતો તે હકીકતમાં સફેદ રંગનો હતો અને તેના પર ડાય કરીને તેને વેચવામાં આવ્યો. કરણવીર મુજબ આરોપીએ તેનેજે ઘોડો બતાવ્યો તે કાળા રંગનો હતો અને તેની કિમંત 24 લાખ રૂપિયા બતાવી હતી.
પછી મોલ ભાવ કરીને 24 લાખનો ઘોડો 17.50 લાખ રૂપિયામાં આપવાની વાત નક્કી થઈ. કરણવીર ઘોડો ખરીદવા પછી તેને ઘર લઈ આવ્યો પણ થોડા જ દિવસમાં ઘોડાનો રંગ ઉતરી ગયો અને તે સફેદ દેખાવવા લાગ્યો. આ ઘટના પછી કરણવીરને એહસાસ થયો કે તે ઠગાય ચુક્યો છે.
કરણવીરે પોલીસને જણાવ્યુ કે મોંઘા ઘોડા ખરીદવાનો તેમને શોખ છે તેથી તેઓ આ વખતે પણ ઘોડો ખરીદવા માટે બરનાલા પહોંચ્યા હતા. અહી મેવા સિંહ નામના વ્યક્તિએ પોતાની સથે આઠ લોકોને લઈને ઘોડો વહેંચવા આવ્યો હતો. મેવાસિંહે આ ઘોડો 17.50 લાખ રૂપિયામાં વેચ્યો હતો. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે.