Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં ફરી આગ:કમલા નેહરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં 4 નવજાત બાળકનાં મોત, 36નો આબાદ બચાવ

ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં ફરી આગ:કમલા નેહરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં 4 નવજાત બાળકનાં મોત, 36નો આબાદ બચાવ
, મંગળવાર, 9 નવેમ્બર 2021 (09:15 IST)
ભોપાલના હમીદિયા હોસ્પિટલ કેમ્પસમાં સોમવારે રાતે અંદાજે 9 વાગે ભીષણ આગ લાગી જેમાં 4 નવજાત બાળકનાં મોત થયાં છે, 
 
કમલા નેહરુ બિલ્ડિંગના ત્રીજા માળ સ્થિત પીડિયાટ્રિક વોર્ડમાં આગ લાગી. ઘટનાસ્થળે પહોંચેલા મંત્રી વિશ્વાસ સારંગે જણાવ્યું હતું કે વોર્ડમાં 40 બાળક હતાં, જેમાંથી 36ને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં અને 4ને બચાવી શકાયા નહોતાં.

 
ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલ (Kamla Nehru Hospital Bhopal) સોમવારે રાત્રે બાળકના વોર્ડમાં આગ લાગી ગઈ (Fire at Children Ward). આગના કારણે હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. હોસ્પિટલના ત્રીજા માળે એક ચાઈલ્ડ વોર્ડ છે, જ્યાં ડોક્ટરો અને નવજાત શિશુઓ ફસાયેલા છે. આગને કાબૂમાં લેવા માટે અનેક ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર હતા. મંત્રી વિશ્વાસ સારંગ (Minister Viswash Sarang) પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
 
બાળકોનાં સ્વજનોને 4-4 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. આ પહેલાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 3 બાળકોનાં મોતની જાણકારી આપી હતી, સાથે જ આ ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરી આ મામલે તપાસનો આદેશ આપ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જહાંગીરપુરામાં પેટ્રોકેમિકલ મંત્રી સાથે જ છેતરપિંડે, ડીઝલની ચોરી કરી, પેટ્રોલપંપ સીલ