બંગાળની ખાડીમાં સાઇક્લૉનિક સર્ક્યુલેશન ઊભું થયું છે, જે 'સેન્યાર' નામના વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. શુક્રવારે આ સિસ્ટમે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના પગલે ભારતી ય હવામાન ખાતા દ્વારા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે અંદમાન અને નિકાબાર દ્વીપસમૂહોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને પણ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. અંબાલાલ પટેલની ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના અપાઈ છે. ઘઉં અને શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા. જીરાના પાકોમાં અસર થઈ શકે છે. ખેડૂતોએ પાક સંરક્ષણ ના પગલાં લેવા જરૂરી. ભેજ ના કારણે રોગ આવવાની શક્યતા. અંબાલાલે પણ શક્યતા વ્યક્ત કરેલી છે કે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની જે વાવાોઝોડું બની શકે છે. 22 નવેમ્બરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનશે. 25 નવેમ્બર થી 28 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે. ગુજરાતમાં ઠંડી માં આંશિક ઘટાડો થશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે. કેટલાક વિસ્તારો માં કમોસમી વરસાદ આવી શકે. પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ ની અસર વધુ રહેશે. સુરત નવસારી ભરૂચ અને અમરેલી જેવા વિસ્તારો માં કમોસમી વરસાદ થઈ શકે. ડિસેમ્બર ના બીજા અને ત્રીજા સપ્તાહમાં સામુદ્રીક પેરા મિટર સક્રીય થતા હવામાન પલટાશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા થશે જે આકરી ઠંડી લાવશે. ગુજરાતમાં વાદળવાયુ કે ઠંડીમાં વધારો થશે.
આ સિવાય કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશાના તટીય વિસ્તારોમાં પણ આ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. તાજેતરમાં આંધ્ર પ્રદેશના દરિયાકિનારે મોન્થા વાવાઝોડું સર્જાયું હતું, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો.
ગુજરાતના તટીય વિસ્તારમાં અરબ સાગરમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે, જેના કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારમાં વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
અંદમાન નિકોબારમાં ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, નિકોબાર દ્વીપસમૂહમાં અમુક સ્થળોએ સાતથી 20 સેન્ટિમીટર જેટલો, જ્યારે અંદમાન દ્વીપસમૂહમાં અમુક સ્થાનોએ સાતથી અગિયાર સેમી જેટલો વરસાદ પડી શકે છે. આને કારણે રવિવાર સુધી દરિયો તોફાની રહે તેવી શક્યતા છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય દરિયાકિનારાના વિસ્તારોમાં સાવધાનીપૂર્વક આનંદપ્રમોદની પ્રવૃત્તિ હાથ ધરવા માટે કહેવામાં આવ્યું છે.
પૉર્ટ બ્લેયર ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. આ દ્વીપસમૂહો વચ્ચે ચાલતી ફેરી સેવાઓને પણ આની અસર પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ, તામિલનાડુ, પુડ્ડુચેરી અને આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં આવતા બુધવાર સુધી, જ્યારે કેરળમાં રવિવાર સુધી તથા અંદમાન-નિકોબાર દ્વીપસમૂહમાં સોમવાર સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.