Kerala google map- કેરળના કાસરગોડમાં બે યુવકો ગૂગલ મેપ દ્વારા કાર ચલાવીને હોસ્પિટલ જઈ રહ્યા હતા. પરંતુ ગૂગલ મેપ તેમને રસ્તો બતાવીને નદી તરફ લઈ ગયો. બંને કંઈ સમજે તે પહેલા નદીના જોરદાર પ્રવાહમાં તેઓ ખરાબ રીતે ફસાઈ ગયા હતા.
નદીમાં પાણીનો પ્રવાહ એકદમ ઝડપી હતો.બંને યુવાનોના નસીબ સારા હતા કે કાર નદીમાં પડ્યા બાદ ઝાડમાં ફસાઈ ગઈ હતી. જે બાદ બંનેનો બચાવ થયો હતો. યુવકે કહ્યું- ગૂગલ મેપમાં તેને સાંકડા રસ્તા પર જવાની સૂચના મળી. અમે કાર પાસે પહોંચ્યા ત્યારે નદી પર એક પુલ બનેલો જોયો.
તેની બંને બાજુએ કોઈ દીવાલ નહોતી. અંધારું હોવાથી કશું દેખાતું ન હતું. શહેરથી લગભગ 30 કિમી દૂર કુટ્ટીકોલે નજીક પલાંચી ખાતે તેનો અકસ્માત થયો હતો. બંને લોકો ગૂગલ મેપ નેવિગેશનની મદદથી દક્ષિણ કન્નડના ઉપિનંગડી તરફ જઈ રહ્યા હતા. ગૂગલ મેપની મદદથી તેઓ એક જૂના પુલ પર પહોંચ્યા જેની રેલિંગ નહોતી. જોકે, નદી પાર કરવા માટે નવો પુલ હતો, જેમાં રેલિંગ હતી. પરંતુ ગૂગલ મેપ એ નવા બ્રિજ માટે નેવિગેટ કર્યું નથી.