Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત-બાગ્લાદેશ - BSF એ સોનાની મોટી તસ્કરીને નિષ્ફળ બનાવી, 6.70 કરોડના 10.73 કિલો સોનાની સાથે તસ્કરની ધરપકડ

gold
, સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (18:30 IST)
gold

ભારત-બાંગ્લાદેશ સીમા પર બીએસએફે સોનાની એક મોટી તસ્કરીની કોશિશને નિષ્ફળ કરી નાખી. બીએસએફએ 16 ગોલ્ડ બાર અને ચાર સોનાના બિસ્કિટ સાથે એક તસ્કરની ધરપકડ કરી છે. જપ્ત સોનાનુ વજન લગભગ  10.737 કિલોગ્રામ છે. જેની અનુમાનિત કિમંત 6,69,46,504 કરોડ રૂપિયા બતાવી છે. તસ્કર આ સોનાની વારને બાંગ્લાદેશથી ભારત લાવવાની કોશિશ કરી રહ્યુ હતુ. ધરપકડ તસ્કરની ઓળખ ઈમાદુલ વિશ્વાસ, જીલા-નાદિયા, પશ્ચિમ બંગાળના રૂપમાં થઈ છે. 
 
દક્ષિણ બંગાળ સીમાંત બીએસએફ જનસંપર્ક અધિકારી ડીઆઈજી એ કે આર્યના મુજબ રવિવારે નદીયા જીલ્લા સ્થિત ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સીમા પર દક્ષિણ બંગાળ સીમાંતના હેઠળ, સીમા ચૌકી હોરંડીપુર, 32મી વાહિનીના જવાન્નોન એક ખૂબ મોટી સફળતા હાથ લાગી છે. જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે તેમના વિસ્તારમાં સોનાની મોટી તસ્કરી થવાની છે. જેના પર કમાંડરની આગેવાનીમાં બે ટુકડીઓએ શંકાસ્પદ વિસ્તારમાં ઘાત લગાવી. બપોરે લગભગ 1.30 વાગે જવાનોને બે સંકાસ્પદને મકાઈના ખેતરમાં જોયા. નિકટ આવતા જ જેવા જવાન એમને પકડવા દોડ્યા. એક વ્યક્તિ ભાગી ગયો અને બીજો પકડાય ગયો. પકડાયેલ વ્યક્તિની ઊંડી તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન તેની કમર પર બંધાયેલ બેલ્ટની અંદરથી સોનાની 16 બાર અને 4 બિસ્ક્ટિ મળ્યા. જવાનોએ સોના સાથે એ વ્યક્તિની ધરપકડ કરી લીધી. 
 
પકડાયેલ તસ્કરની ઓળખ ઈમાદુલ વિશ્વાસ, પિતાનુ નામ ખાલેક વિશ્વાસ, ગ્રામ મલુઆપાડા પોલીસ સ્ટેશન ભીમપુર જીલા-નાદિયા, પશ્ચિમ બંગાળના રૂપમાં થઈ છે. પૂછપરછ દરમિયાન તસ્કરે જણાવ્યુ કે તે અને તેના એક મિત્ર રાજૂ મંડળે આ સામાન બાંગ્લાદેશના ગામ બોજતાલાના રહેનારા આલમગીર પાસેથી લીધા અને મલુઆપાડાના રહેનારા પ્રોસંજ્જિત વિશ્વાસને આપવાના હતા.  પકડાયેલ તસ્કર અને જપ્ત કરવામાં આવેલ સોનાની આગળ કાર્યવાહી માટે ગુપ્ત નિદેશાલય કોલકાતાને સોંપી દેવામાં આવી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છેલ્લા બે વર્ષમાં સરકારી પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કેટલો ખર્ચો કર્યો? વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2024, ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન રાજ્ય સરકારના સરકારી માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ તેમજ પાયલોટ પા