Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Andhra Girls Hostel Spy Cam: શુ 300 થી વધુ વીડિયો લીક ? આ કેસમાં વિદ્યાર્થીનીઓ અને પોલીસે શુ કહ્યુ ..

Camera
, શનિવાર, 31 ઑગસ્ટ 2024 (17:01 IST)
કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા પછીથી દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને લોકોમાં ગુસ્સો છે. આ દરમિયાન આંધ્રપ્રદેશના કૃષ્ણામાં એક એંજિનિયરિંગ કોલેજના ગર્લ્સ હોસ્ટલના વોશરૂમમાં કથિત રૂપમાં છિપાવીને લગાવેલ કેમેરો  મેળવવાની વાત સામે આવી છે. જોકે પોલીસનુ કહેવુ છે કે કોઈ કેમરા મળ્યો નથી. વિદ્યાર્થીઓ સતત પ્રદર્શન કરી રહી છે. તેમણે ખનન મંત્રીના રવિન્દ્રને ફરિયાદ પણ કરી કે સંચાલક દ્વારા  મામલાને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. 
 
સેકડો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પ્રદર્શન 
કૃષ્ણા જીલ્લાના એસઆર ગુડલાવલ્લેરુ એંજિનિયરિંગ ગુરુવારે મધરાતથી કોલેજમાં સેંકડો વિદ્યાર્થીઓ આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નિર્દેશ પર જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે કોલેજ પહોંચેલા રવિન્દ્ર સમક્ષ વિદ્યાર્થીઓએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું.
 
મામલાને દબાવવાનો પ્રયાસ
રવિન્દ્રને ફરિયાદ કરતાં વિદ્યાર્થિનીઓએ કહ્યું, 'અમને (વિદ્યાર્થીઓ) કોલેજ મેનેજમેન્ટ પર ભરોસો નથી કારણ કે તે છેલ્લા ત્રણ દિવસથી મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. કોલેજ મેનેજમેન્ટે અમને ધમકી આપી છે કે જો અમે આ મામલે ફરિયાદ કરીશું તો તેઓ અમારી સામે કાર્યવાહી કરશે.
 
શુ બોલ્યા સીએમ નાયડૂ ?
આ દરમિયાન મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ કૃષ્ણા જીલ્લાના ગુડલાવલ્લેરુ એંજિનિયરિંગ કોલ્જેના મહિલા વોશરૂમમાં કેમેરા લગાવવાનો આરોપોના તપાસનો આદેશ આપ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો હિડન કેમેરા દ્વારા વીડિયો રેકોર્ડિંગનો ગુનો સાબિત થશે તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાયડુએ વિદ્યાર્થિનીઓને વિનંતી કરી કે તેઓ આ ઘટના સાથે જોડાયેલા કોઈ પુરાવા તેમની સાથે શેર કરે.
 
આ ઘટના બાબતે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ટોયલેટમાંથી આવો કોઈ હિડન કેમેરો મળ્યો નથી. ક્રિષ્ના જિલ્લા પોલીસ અધિક્ષક ગંગાધર રાવે જણાવ્યું હતું કે આ મામલે આત્મવિશ્વાસ વધારવાના પગલાં લેવામાં આવ્યા છે અને આરોપોની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.
 
આ પહેલા રાજ્યના માનવ સંસાધન વિકાસ મંત્રી નારા લોકેશે પણ આ કથિત ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
 
વિદ્યાર્થીનીઓ વિરોધ કરી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
એન્જિનિયરિંગ કોલેજમાં બનેલી આ ઘટના શુક્રવારે પ્રકાશમાં આવી જ્યારે ન્યાય માટે ગુરુવારે મોડી રાત સુધી વિરોધ કરી રહેલી વિદ્યાર્થીનીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું, 'મેં કોલેજમાં વિદ્યાર્થીનીઓના ટોયલેટમાં છુપાયેલા કેમેરા લગાવવાના આરોપોની તપાસના આદેશ આપ્યા છે. દોષિતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મેં અધિકારીઓને આદેશ આપ્યો છે કે કોલેજોમાં આવી ઘટનાઓ ફરી ન બને.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Child Care - કિસ કરવાથી ન્યુબોર્ન બેબીનુ 60 ટકા બ્રેન થયુ ડેમેજ, બાળકને કિસ કરવાથી તેનો જીવ પણ જઈ શકે