કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં જેમની ગણતરી થાય છે તે ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad ) આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. તે લાંબા સમયથી પાર્ટીથી નારાજ હતા. ગુલામ નબી આઝાદે પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી લઈને તમામ પદો પરથી રાજીનામું ધરી દીધુ. આઝાદે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાનું રાજીનામું મોકલી આપ્યું છે.
નારાજ નેતાઓના જી-23 જૂથમાં પણ સામેલ હતા. જી-23 જૂથ કોંગ્રેસમાં સતત અનેક ફેરફારની માંગણી કરી રહ્યું છે