Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ગામમાં લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવા જરૂરી છે...ત્યારે જ થાય છે લગ્ન...

આ ગામમાં લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવા જરૂરી છે...ત્યારે જ થાય છે લગ્ન...
નવી દિલ્હી. , શનિવાર, 8 એપ્રિલ 2017 (17:16 IST)
સમાજમાં યુવતીઓનું લગ્ન પહેલા મા બનવુ સારુ નથી માનવામાં આવતુ અને લોકો તેને સારી નજરથી જોતા નથી પણ ભારતમાં એક એવુ સ્થાન પણ છે જ્યા યુવતીઓના મા બન્યા પછે જ તેમના લગ્ન કરાવવામાં આવે છે. તમે ચોંકી ગયા ને.. આ ચોંકાવનારી વાત છે અને આ 100 ટકા સાચી પણ છે. 
 
જી હા એક એવી જનજાતિ છે 'ગરાસિયા' (Garasia Tribe)જે મુખ્ય રીતે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં રહે છે. આ જનજાતિના યુવા પહેલા પસંદની યુવતી સાથે લિવ-ઈનમાં રહે છે. બાળકો જન્મ્યા પછી જ બંને લગ્નના બંધનમાં બંધાય શકે છે.  જો બંનેના લિવ ઈનમાં રહેવા પછી પણ બાળકો ન થાય તો તેઓ જુદા થઈ જાય છે.  પછી કોઈ અન્ય સાથે લિવ ઈનમાં રહી બાળકો પેદા કરવાની કોશિશ કરે છે.  રાજસ્થાનના ઉદયપુર, સિરોહી અને પાલી જીલ્લામાં ગરાસિયા જનજાતિ રહે છે. 
 
આ જનજાતિની અનોખી પરંપરા આજના મોર્ડન સોસાયટીની લિવ ઈનથી સાથે મળતી આવે છે. અહી જવાન થયા પછી છોકરા છોકરીઓએ પરસ્પર સહમતિથી એક બીજા સાથે લિવ-ઈનમાં રહે છે.  ત્યારબાદ બાળકો થયા પછી જ લગ્ન કરે છે. મોટાભાગે બાળકો પેદા થયા પછી પરિવારની જવાબદારીને કારણે જ આ લોકો લગ્નને ટાળતા રહે છે.  અનેકવાર તો 50 કે તેનાથી અધિક વયમાં તેઓ આ સંબંધને લગ્નમાં ફેરવે છે.  આ દરમિયાન અનેકવાર જવાન પુત્ર અને પૌત્ર પણ તેમના લગ્નમાં જોડાય છે.
 
તાજેતરમાં જ એક 80 વર્ષના વડીલ પાબુરાએ પોતાની 70 વર્ષીય લિવ ઈન પાર્ટનર રૂપલી સાથે લગ્ન કર્યા.  આ લગ્નમાં પાબુરાના પપૌત્ર પણ જોડાઅયા. રાજસ્થાન અને ગુજરાતમાં આ સમાજનો બે દિવસનો વિવાહ મેળો લાગે છે. જેમા ટીનએજર એક બીજાને મળે છે અને ભાગી જાય છે.   ભાગીને પરત આવીને તેઓ લગ્ન વગર જ પતિ-પત્નીની જેમ સાથે રહે છે.  આ દરમિયાન સામાજીક સહમતિથી છોકરીવાળા કેટલાક પૈસા છોકરાવાળાને આપે છે . જો કે બાળકો પેદા થયા પછી તેઓ પોતાની સગવડ મુજબ ગમે ત્યારે લગ્ન કરી શકે છે. 
 
વર્ષો પહેલા ગરાસિયા જનજાતિના ચાર ભાઈ ક્યાકથી આવીને વસી ગયા. તેમાથી ત્રણના લગ્ન થઈ ગયા અને એક ભાઈએ સમાજની કોઈ કુંવારી છોકરી સાથે લિવ ઈનમાં રહેવા લાગ્યો.  પરણેલા ત્રણ ભાઈઓને કોઈ બાળકો ન થયા પણ લિવ ઈનમાં રહેનારા ભાઈને બાળકો થયા અને તેનાથી જ વંશ આગળ વધ્યો. 
 
બસ આ જ ધારણાએ લોકોના મનમાં આ પરંપરાને જન્મ આપ્યો. એવુ કહેવાય છે કે આ જનજાતિમાં આ રિવાજ 1 હજાર વર્ષ જૂનો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM મોદી અને CM યોગી વચ્ચે આ 10 વાતો છે કોમન, જાણવા માંગશો ?