. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ કે એક ટ્રાસજેંડરને પણ બાળક થઈ જશે પણ મહારાષ્ટ્રના સાંગલી જીલ્લામાં એક સિંચાઈ યોજના ક્યારેય પૂરી નથી થાય. તેઓ અહી તેંભૂ લિફ્ટ સિંચાઈ પરિયોજનનાના ચોથા ચરણ પૂર્ણ થવા પર આયોજીત એક કાર્યકમને સંબોધિત કરી રહ્યા હતા. ભાજપા નેતાનુ આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે તેમણે મીડિયાને તેમની ટિપ્પણીને તોડ મરોડીને રજુ કરવાનો આરોપ લગાવ્યો છે.
ગડકરીએ શનિવારે પુણેમાં કહ્યુ હતુ કે નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઈએ. અહીથી 375 કિલોમીટર દૂર પશ્ચિમ મહારાષ્ટ્રમાં સાંગલીમાં એક રેલીની સંબોધિત કરતા ગડકરીએ કહ્યુ કે તેંભૂ લિફ્ટ સિંચાઈ યોજનાની આર્થિક વ્યવ્હાર્યતા એટલી મુશ્કેલ છે કે એકવાર ફરી મેં એક વ્યક્તિને લઈને મારા વિચારો શેયર કર્યા હતા. મે કહ્યુ હતુ કે અહી સુધી કે એક ટ્રાંસજેડરને બાળક થઈ શકે છે પણ અહી સિંચાઈ યોજના ક્યારેય પૂરી નથી થઈ શકે.
તેમણે પરિયોજનના ચોથા ચરણના પૂર્ણ થવા પર ખુશી વ્ય્કતિ કરી. પરિયોજનના પાંચમાં ચરણનુ કામ પણ જલ્દી પૂરી થવાની આશા છે. અહી લિફ્ટ સિંચાઈ પરિયોજના સાંગલી જીલ્લાના શુષ્ક વિસ્તારમાં સિંચાઈ સુવિદ્યાઓ આપવા માટે કૃષ્ણા નદી ઘાટી પરથી પાણી લઈને પૂરી કરવાની છે.