Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

dr manmohan singh
dr manmohan singh


ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન થયું છે. પૂર્વ PMએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ઉલ્લેખનિય છે કે  પીટીઆઈના જણાવ્યા અનુસાર, ડૉ.મનમોહન સિંહને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા બાદ એમ્સ દિલ્હીના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે રાત્રે 9:51 કલાકે દુનિયાને અલવિદા કહ્યું. ડૉ.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી યુપીએ સરકારમાં ભારતના વડાપ્રધાન પદે રહ્યા હતા. તેમના નિધન પર ભારતના રાજકારણ સહિત વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ તરફથી શોક સંદેશો આવી રહ્યા છે.

દિલ્હી કોંગ્રેસે કરી પુષ્ટિ 
દિલ્હી કોંગ્રેસે લખ્યું - "પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ વડાપ્રધાન, આદરણીય મનમોહન સિંહ જીનું નિધન એ ભારતીય રાજકારણ માટે એક અપુરતી ખોટ છે. ભગવાન તેમના દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ આપે. દિલ્હી કોંગ્રેસ પરિવાર આદરણીય મનમોહન જીની સ્મૃતિઓને વંદન કરે છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
 
7 દિવસનો રાષ્ટ્રીય શોક
પીએમ મોદી સહિત અનેક નેતાઓ અને હસ્તીઓએ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પૂર્વ પીએમના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત તમામ સરકારી કાર્યક્રમો રદ રહેશે. આવતીકાલે સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક મળશે. આ પછી, ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

એપ્રિલમાં રાજ્યસભામાંથી નિવૃત્ત થયા
26 સપ્ટેમ્બર 2024ના રોજ ડૉ. મનમોહન સિંહ 92 વર્ષના થયા. મનમોહન સિંહનો જન્મ વર્ષ 1932માં અવિભાજિત ભારતમાં થયો હતો. આજે જ્યાં તેમનો જન્મ થયો હતો તે વિસ્તાર પંજાબ, પાકિસ્તાનમાં આવે છે. તમને જણાવી દઈએ કે મનમોહન સિંહને ભારતમાં આર્થિક સુધારાના મુખ્ય આર્કિટેક્ટ તરીકે શ્રેય આપવામાં આવે છે.
 
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. તેઓ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય હતા. મનમોહન સિંહે 21 માર્ચ, 1998થી 21 મે, 2004 સુધી ગૃહમાં વિપક્ષના નેતાની જવાબદારી પણ નિભાવી હતી. ડૉ. મનમોહન સિંહ આ વર્ષે એપ્રિલમાં રાજ્યસભામાંથી નિવૃત્ત થયા, ત્યારબાદ તેમની વિશિષ્ટ સંસદીય કરિયરનો અંત આવ્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BJP ના કાર્યક્રમમાં 'ઈશ્વર-અલ્લાહ તેરો નામ' ગાવા પર હંગામો, ગાયિકાને માફી માંગવી પડી, લાલુ યાદવને આવ્યો ગુસ્સો