Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Social - રાજનીતિમાં આવવાની તૈયારીમાં છે તમિલ સુપરસ્ટાર #Rajnikanth

, બુધવાર, 17 મે 2017 (16:34 IST)
સોશિયલ મીડિયા પર તમિલ સિનેમાના ભગવાન તરીકે ઓળખાતા રજનીકાંતના રાજનીતિમાં આવવાના સમાચાર ચર્ચાય રહ્યા છે.  જાણવા મળ્યુ છે કે લગભગ 8 વર્ષ પછી સોમવારે રજનીકાંત પોતાના ફેંસ સાથે રૂબરુ થયા અને રાજનીતિ પર કરવામાં આવેલ કેટલાક સવાલોના જવાબમાં તેમણે કહ્યુ કે રાજનીતિમાં આવવાનો નિર્ણય તેમને ઈશ્વર પર છોડ્યો છે. તેઓ ઈચ્છશે તો હુ રાજનીતિમાં આવીશ અને જો હુ રાજનીતિમાં આવ્યો તો દાગદાર લોકોને મારી પાસે ફટકવા નહી દઉ. 
 
આ સમાચાર સોશિયલ મીડિયામાં આવતા જ થોડીવાર પછી #Rajnikanth ટ્વિટર પર ટ્રેંડ થવા માંડ્યુ. 
@SixthProphet નામના હેંડલે આ સમાચારના જવાબમા આ ફોટો શેયર કર્યો અને સાથે લખ્યુ, રજનીકાંત - હુ રાજનીતિમાં આવ્યો તો ખરાબ લોકોને હુ મારી આસપાસ ફરકવા નહી દઉ.  જેના જવાબમાં કેજરીવાલે આપ્યુ આ લુક."
 
ટ્વિટર પર @sumanthraman હૈડલથી સુમંત રમને લખ્યુ, "રજનીકાંતે કહ્યુ છેકે જો તે રાજનીતિમાં આવ્યા. તો શુ આ સમજવામાં આવે કે તેમને આ નિવેદન ફક્ત એ માપવા માટે આપ્યુ છે કે રાજનીતિમાં તેમને માટે પાણીનું ઊંડાણ કેટલુ છે ? 
 
@feroz1988 હેંડલ પરથી ટ્વીટ કરતા ફિરોજ અહમદે પૂછ્યુ "#Rajnikanth સર તમારી ઉપર પણ કોઈ ગૉડ છે ?
 
@venkataramanSS  હેંડલ ચલાવનારા વેંકટરમને આ સમાચાર પર સવાલ ઉઠાવ્યો અને લખ્યુ કે લોકો અફવા ઉડાવી રહ્યા છે. રજનીકાંતે આવુ કશુ કહ્યુ જ નથી. 
 
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ અંદાજ પણ લગાવ્યો કે રજનીકાંત આવુ નિવેદન ફક્ત પોતાના પ્રચાર માટે આપી રહ્યા છે.  કેટલાક લોકોનુ કહેવુ છે કે અપ્રત્યક્ષ રીતે રાજનીતિમાં આવવાની વાત રજનીકાંત 25 વર્ષોથી કરી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video: પપ્પા મને કેંસર છે.. પ્લીઝ મારી સારવાર કરાવી દો.. કઠોર પિતા માન્યા નહી અને બાળકીનુ મોત