Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુશ્કેલીઓમાં મદદરૂપ બની શકે છે ઈમરજંસી નંબર 112, જાણો સંપૂર્ણ્ માહિતી

મુશ્કેલીઓમાં મદદરૂપ બની શકે છે ઈમરજંસી નંબર 112, જાણો સંપૂર્ણ્ માહિતી
, બુધવાર, 4 ડિસેમ્બર 2019 (11:06 IST)
હૈદરાબાદમાં પશુ ચિકિત્સકની સાથે થયેલ હેવાનિયત પછી દેશના નાગરિકોની સુરક્ષાને લઈને એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને મહિલાઓને લઈને. હેલ્પલાઈન નંબર 112 દરેક ઈમરજંસી પરિસ્થિતિમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. 19 ફેબ્રુઆરી 2019થી સિંગલ હેલ્પલાઈન સર્વિસ (112) દેશભરમાં લોંચ કરવામાં આવ્યો. 
 
ભારતમાં એકમાત્ર ઈમરજન્સી નંબર 112 ની શરૂઆત કરવામાં આવી જે એક આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત નંબર છે. જેનુ લક્ષ્ય વિષમ પરિસ્થિતિમાં તત્કાલ મદદ પુરી પાડવાનુ છે. આ ઈમરજન્સી નંબર પરથી પોલીસ, ફાયર બિગ્રેડ જેવી કોઈપણ તત્કાલ આવશ્યકતા માટે 112 નંબર ડાયલ કરી શકાય છે. 
 
112 હેલ્પલાઈન પોલીસ (100) અગ્નિશામક (101) અને મહિલા હેલ્પલાઈન (1090)નંબરોના સમાંતર નંબર છે. 2012ના કુખ્યાત સામુહિત બળાત્કાર મામલા પછી કેન્દ્ર સરકારે મહિલાઓની સુરક્ષાની યોજનાઓ માટે નિર્ભયા કાંડ બનાવ્યો હતો. આ ફંડના હેઠળ ઈમરજેંસી નંબર 112 બનાવવામાં આવ્યો. 
 
એપ્રિલ 2019માં ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આ નંબરથી 20 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જોડાયા હતા. તેમા હિમાચલ પ્રદેશ આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, કેરલ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગાના, તમિલનાડુ, ગુજરાત, પોંડિચેરી, લક્ષદ્વિપ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમુહ, દાદર અને નગર હવેલી, દમન અને દીવ, જમ્મુ અને કાશ્મીર અને નાગાલેંડનો સમાવેશ છે. 
 
કેવી રીતે કરશે કામ: બધા મોબાઈલ ફોનમાંથી એક પૈનિક બટન પહેલાથી જ બનાવાયુ છે. જેને કોઈ કટોકટી સ્થિતિમાં 112 પર કૉલ કરવા માટે ક્રિયાશીલ કરવામાં આવી શકાશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ જે કટોકટી પ્રતિક્રિયા કેન્દ્ર (ઈઆરસી) ગઠિત કરવામાં આવ્યા છે, તે 112 થી વૉઈસ કૉલ દ્વારા પૈનિક સિગ્નલ, રાજ્યના ઈઆરએસએસ વેબસાઈટ પર સંદેશ કે 112 મોબાઈલ એપ સંદેશ પ્રાપ્ત કરી શકે છે. 
 
 
112 નંબર જ કેમ ? 1972માં યોરપિયન કૉન્ફ્રેંસ ઓફ પોસ્ટ એંડ ટેલી કમ્યુનિકેશન એડમિનિસ્ટ્રેશંસએ 122 નંબરને ઈમરજેન્સી નંબરના રૂપમાં પસંદ કર્યો હતો. એ સમયે ફોનમાં નંબરને ફેરવીને ડાયલ કરવામાં આવતો હતો. 112 હોવાથી ડાયલ કરવામાં ઓછો સમય અને ઓછા રોટેશનની જરૂર પડતી હતી.  હવે મોબાઈલ્ ફોન આવી ગયા પણ ફોનમાં પણ 100, 101, 108, 1090ને બદલે 112 ડાયલ કરવો સહેલુ છે. જો તમારી પાસે જીએસએમ ફોન છે તો ફોન લૉક થયા પછી પણ 112 નંબર ડાયલ કરી શકાય છે. 
 
આ પરિસ્થિતિમાં કરી શકો છો કૉલ - તમને એ પણ સમજવુ પડશે કે કંઈ પરિસ્થિતિઓમાં તમે 112 પર કૉલ કરી શકો છો. જો મહિલાઓ સાથે કોઈ છેડખાની કરી રહ્યુ છે કે પછી કોઈ પ્રકારનો ખતરો લાગી રહ્યો છે તો પોલીસની મદદ માટે 112 ડાયલ કરી શકો છો. ઘર, દુકાન કે આસપાસ આગ લાગી ગઈ હોય તો તરત ફાયર બ્રિગેડ બોલાવવા માટે 112 નંબર પર કૉલ કરી શકાય છે.  ઘર, દુકાન કે આસપાસ આગ લાગી ગઈ હોય તો તરત ફાયર બ્રિગેડ બોલાવવા માટે 112 નંબર પર કૉલ કરી શકાય છે. 
 
ઘર કે બહાર તમને જીવનુ જોખમ છે તો ઈમરજેંસી નંબર પર કૉલ કરી શકાય છે. કોઈપણ પ્રકારના અપરાધની ફરિયાદ માટે પોલીસની મદદ માટે તેના પર કૉલ કરી શકાય છે. રસ્તામાં એક્સીડેંટ થઈ ગયો છે તેઓ તરત ઈમરજેંસી સર્વિસ માટે નંબર પર કૉલ કરી શકાય છે.     

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભગોડા નિત્યાનંદે ઈકવાડોર પાસે દ્વીપ પર નવો દેશ "કૈલાસા" વસાવ્યો