Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Delhi yellow alert - દિલ્હીમાં શાળાઓ, સિનેમાઘરો અને જીમ બંધ, લગ્ન અને અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકો; શું પ્રતિબંધો અને છૂટ છે તે વાંચો

Delhi yellow alert - દિલ્હીમાં શાળાઓ, સિનેમાઘરો અને જીમ બંધ, લગ્ન અને અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકો; શું પ્રતિબંધો અને છૂટ છે તે વાંચો
, મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (15:45 IST)
દિલ્હીમાં ઓમિક્રોન વેરિએંટના વધતા કેસના કારણે રાજ્ય સરકારે યેલો અલર્ટ રજૂ કરી દીધો છે. તેની સાથે જ મેટ્રોમાં 50 ટકા લોકોને બેસવાની પરવાનગી મળશે. તેમજ શાળા દિલ્હીમાં શાળાઓ, સિનેમાઘરો અને જીમ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. લગ્ન અને અંતિમ સંસ્કારમાં માત્ર 20થી વધારે લોકોને શામેલ થવાની પરમિશન નહી મળશે. ગેર જરૂરી સામાનની દુકાનો ઑડ્ીવન નિયમથી ખુલશે. એવા જ બધા પ્રતિબંધ દિલ્હીમાં કેજરીવાલ સરકારએ લાગૂ કર્યા છે. 
- દિલ્લીમાં નાઈટ કર્ફ્યુ 10 વાગ્યે રાતથી સવારે 5વાગ્યે સુધી રહેશે/ 
- વીકેંડ કર્ફ્યુ નહી રહેશે. 
- ઑડ ઈવન હેઠણ ગેર જરૂરી દુનાકો અને મૉલ ખુલશે. ટાઈમિશ સવારે 10 થી 8 વાગ્યે સુધી હશે. 
- નિર્માણ કાર્ય ચાલૂ રહેશે અને ઈંડસ્ટ્રી ખુલી રહેશે. 
- રેસ્ટોરેંટ, દિલ્હી મેટ્રો અને બારમાં માત્ર 50 ટકા લોકોને જ મંજૂરી છે.
- બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ બંધ રહેશે.
- સલૂન અને બ્યુટી પાર્લર ખુલ્લા રહેશે.
- સ્પા, જીમ, યોગ સેન્ટર અને એન્ટરટેઈનમેન્ટ પાર્ક બંધ રહેશે.
દિલ્હી મેટ્રોમાં લોકો માત્ર અડધી સીટો પર બેસીને મુસાફરી કરી શકશે. સ્થાયી મુસાફરીની મંજૂરી આપવામાં આવશે નહીં.
અન્ય રાજ્યોમાં જતી બસોમાં માત્ર 50 ટકા મુસાફરો જ મુસાફરી કરશે.
ઓટો, ઈ-રિક્ષા, ટેક્સી અને સાઈકલ રિક્ષામાં માત્ર બે મુસાફરોને જ બેસવાની છૂટ છે.
 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ, સ્વિમિંગ પુલ બંધ રહેશે. જો કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન ચાલુ રહેશે.
- પબ્લિક પાર્ક  ખુલ્લા રહેશે.
લગ્ન અને અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકોને જ આવવાની મંજૂરી આપવામાં આવશે.
- સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે.
શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરો બંધ રહેશે.
- પ્રાઈવેટ ઓફિસમાં સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી જ કામ કરવાની પરવાનગી આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Atal Pension Yojana ફક્ત 7 રૂપિયા બચાવીને મેળવો 60 હજાર પેંશન ! Taxમાં પણ મળશે છૂટ જાણો સરકારી યોજનાની ડિટેલ્સ