Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીના મુખ્યમંત્રી બનશે રેખા ગુપ્તા, પ્રવેશ વર્મા બનશે ડેપ્યુટી સીએમ, BJP ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય

Delhi New CM rekha gupta
, બુધવાર, 19 ફેબ્રુઆરી 2025 (21:09 IST)
Delhi New CM rekha gupta
બીજેપી વિધાયક દળની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. રેખા ગુપ્તા દિલ્હીના સીએમ બનશે. જ્યારે પ્રવેશ વર્મા દિલ્હીના ડેપ્યુટી સીએમ હશે.
 
 
ભાજપે X હેન્ડલ પર પોસ્ટ કરીને આપ્યા અભિનંદન 

 
ભાજપે પણ પોતાના X હેન્ડલ પર આ માહિતી આપી છે અને રેખા ગુપ્તાને અભિનંદન આપ્યા છે. ભાજપે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું, 'દિલ્હી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બદલ શ્રીમતી રેખા ગુપ્તાજીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. અમને પૂર્ણ વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં રાજ્ય પ્રગતિ કરશે.
 
કોણ છે રેખા ગુપ્તા ?
 
રેખા ગુપ્તા ૫૦ વર્ષની છે અને તેમનું જન્મસ્થળ હરિયાણાના જીંદ જિલ્લાનું નંદગઢ ગામ છે. તેમનો જન્મ અહીં ૧૯૭૪માં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રેખા ગુપ્તાનો પરિવાર વર્ષ 1976 માં દિલ્હી શિફ્ટ થયો હતો. તેના પતિનું નામ મનીષ ગુપ્તા છે. રેખા ગુપ્તાએ એલએલબી કર્યું છે અને વ્યવસાયે વકીલ પણ છે.
 
રેખા ગુપ્તા દિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં, રેખા ગુપ્તાએ શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના વંદના કુમારીને 29595 મતોથી હરાવ્યા હતા.
 
કોણ છે પ્રવેશ વર્મા ?
 
પ્રવેશ વર્મા નવી દિલ્હી બેઠકના ધારાસભ્ય છે. તેમણે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. પ્રવેશ વર્માએ ત્રણ હજારથી વધુ મતોના માર્જિનથી ચૂંટણી જીતી છે. પ્રવેશ વર્મા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહેબ સિંહ વર્માના પુત્ર છે અને તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Delhi New CM Announcement : કોણ બનશે દિલ્હીના સીએમ? નામ ટૂંક સમયમાં થશે જાહેર