દિલ્હીમાં આગામી વર્ષની શરૂઆતમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આમ આદમી પાર્ટી (AAP)ની સરકારે મોટુ એલાંકર્યુ. દિલ્હી સરકાર મહિલાઓને મેટ્રો અને ડીટીસી બસોમાં ફ્રી મુસાફરીની ભેટ આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પ્રેસ કોંફ્રેંસમાં આનુ એલાન કર્યુ.
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્હીમાં મહિલાઓ અસુરક્ષિત અનુભવ કરે છે. દિલ્હી સરકાર દિલ્હી મેટ્રો અને ડીટીસી બસમાં મહિલાઓને ભાડામાંથી છુટકારો અપાવાઅ માટે મફત યાત્રાનો નિર્ણય કર્યો છે. જેનાથી તેમને સાર્વજનિક પરિવહનના ઉપયોગ માટ પ્રોત્સાહન મળશે. મહિલાઓને ફ્રી મુસાફરીમાં ડીએમઆરસેને થનારા નુકશાનની ભરપાઈ દિલ્હી સરકાર કરશે.
મહિલાઓની સુરક્ષા માટે 2 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે એક તો સીસીટીવી કેમરા લગાવવા માટે અઢી વર્ષથી પ્રયત્ન થઈ રહ્યો છે. દોઢ લાખ સીસીટીવી લગાવવાનુ ટેંડર આપ્યુ હતુ. 70 હજાર સીસીટીવીનો સર્વે થઈ ચુક્યો છે. કેજરીવાલે કહ્યુ કે 8 જૂનથી કેમરા લાગશે અને ડિસેમ્બર સુધી લાગવાની આશા છે.
બસ અને મેટ્રોમાં કુલ મુસાફરોમા 33 ટકા મહિલાઓ હોય છે. જેના મુજબ મેટ્રોમાં મહિલાઓને મફત યાત્રાની સુવિદ્યા આપવાથી એક હજાર કરોડ પ્રતિવર્ષનો ખર્ચ આવશે જ્યારે કે લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ બસને લઈને સરકાર પર આવશે. અનુમાન છેકે મહિલાઓ માટે દિલ્હી મેટ્રો અને ડીટીસીની બસમાં આ યોજનાને લાગૂ કરવામાં સરકાર પર દર વર્ષે લગભગ 1200 કરોડ રૂપિયાનો બોઝ પડશે.
દિલ્હી સરકારે આ યોજનાને લાગૂ કરવા માટે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરી અને તેમને પુછ્યુ કે આ યોજનાને કેવી રીતે લાગુ કરી શકાય છે. આ માટે મફત પાસની વ્યવસ્થા રહેશે કે પછી અન્ય કોઈ વિકલ્પ હશે.