Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

દિલ્હીના LGએ કેજરીવાલ સરકારની લીકર નીતિની CBI તપાસની કરી ભલામણ

દિલ્હીના LGએ કેજરીવાલ
, શુક્રવાર, 22 જુલાઈ 2022 (13:57 IST)
દિલ્હીના  LG એ કેજરીવાલ સરકારની લીકર નીતિની  સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તપાસની ભલામણ કરી છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં દિલ્હીના મુખ્ય સચિવ દ્વારા સુપરત કરાયેલા રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે. આ રિપોર્ટ પ્રાથમિક દ્રષ્ટિએ ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (GNCTD) એક્ટ, 1991, બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ રૂલ્સ, 1993, દિલ્હી એક્સાઈઝ એક્ટ, 2009 અને દિલ્હી એક્સાઈઝ રૂલ્સ, 2010ના ઉલ્લંઘનને જાહેર કરે છે.
 
આ ઉપરાંત, અહેવાલમાં "દારૂના કોન્ટ્રાક્ટના લાઇસન્સધારકોને અનુચિત લાભ" આપવા માટે "ઇરાદાપૂર્વકની અને એકંદર પ્રક્રિયાગત ક્ષતિઓ" નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 
નવી આબકારી નીતિ 2021-22 ગયા વર્ષે 17 નવેમ્બરથી લાગુ કરવામાં આવી હતી, જે હેઠળ 32 વિભાગોમાં વહેંચાયેલા શહેરમાં 849 કોન્ટ્રાક્ટ માટે બિડ કરતી ખાનગી સંસ્થાઓને છૂટક લાઇસન્સ આપવામાં આવ્યા હતા. ઘણી દારૂની દુકાનો ખુલી શકી નથી. આવા અનેક કોન્ટ્રાક્ટ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.
 
ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે આ નીતિનો સખત વિરોધ કર્યો હતો અને તેની તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે લેફ્ટનન્ટ ગવર્નર પાસે ફરિયાદો કરી હતી.
नई दि

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીના ખભા પર ગોળીબાર કરીને અજાણ્યા શખસો ફરાર